ભારતના નિર્દોષ નાગરિકોના હત્યાકાંડ પર કોઈ રાજનીતિ નહીં રમાય એવી સ્પષ્ટતા ફડણવીસે કરી હતી. આખો દેશ અત્યારે કાશ્મીરવાસીઓ સાથે છે
દેવેન્દ્ર ફડણવીસ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા દેશભરમાં સંભળાઈ રહ્યા છે ત્યારે લોકોને આશ્વસ્ત કરવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી છે કે મોદી સરકાર પહલગામ અટૅકના માસ્ટરમાઇન્ડનો પત્તો લગાવીને જ રહેશે.
ભારતના નિર્દોષ નાગરિકોના હત્યાકાંડ પર કોઈ રાજનીતિ નહીં રમાય એવી સ્પષ્ટતા ફડણવીસે કરી હતી. આખો દેશ અત્યારે કાશ્મીરવાસીઓ સાથે છે એવું પણ તેમણે ઉમેર્યું હતું.
ADVERTISEMENT
આ ઉપરાંત મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર જ્યારે ઇન્ચાર્જ હતા ત્યારે આવો બનાવ નહોતો બન્યો, પરંતુ અત્યારે ભારતીયો પર થયેલા હુમલા બાબતે અમે કાશ્મીર સરકારના પડખે છીએ.

