દહિસર ખાતે પૅસેન્જરોએ દરવાજો ઍડ્જસ્ટ કરીને બંધ કરતાં ત્યાર બાદ એ ફરી આપોઆપ બંધ થઈ રહ્યો હતો

ફાઇલ તસવીર
વિરારથી ચર્ચગેટ જતી એસી લોકલ ટ્રેનમાં ગઈ કાલે ટેક્નિકલ ખામી આવતાં એનો એક દરવાજો ખુલ્લો હોવા છતાં એ ચાલુ થઈ ગઈ હતી.
ખામીયુક્ત એસી લોકલનો વિડિયો શૂટ કરનારા એક પ્રવાસીએ કહ્યું હતું કે ‘આ ઘટના સવારે ૭.૫૬ વાગ્યાની વિરાર-ચર્ચગેટ ટ્રેનમાં મીરા રોડ સ્ટેશને બની હતી. જોકે દહિસર ખાતે પૅસેન્જરોએ દરવાજો ઍડ્જસ્ટ કરીને બંધ કરતાં ત્યાર બાદ એ ફરી આપોઆપ બંધ થઈ રહ્યો હતો. ત્યાર બાદ ટ્રેનમાં ટેક્નિકલ સ્ટાફ સાથે એક એક્ઝામિનર ટ્રેનમાં ચડ્યો હતો તથા દાદરમાં ભૂલ સુધારી લેવાઈ હતી. મીરા રોડ સ્ટેશને ઉતારુઓ દ્વારા દરવાજો અવરોધાવાને કારણે આ ખામી સર્જાઈ હોવાનું જણાવીને પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિતકુમારે મુસાફરોને દરવાજો ન અવરોધાય એનું ધ્યાન રાખી ટ્રેનમાં ચડવાની વિનંતી કરી હતી.