આ અકસ્માતમાં ટેમ્પો-ડ્રાઇવર અને અન્ય એક વાહનચાલકને ઈજા થઈ હ
ચારથી પાંચ વાહનો એકબીજાં સાથે અથડાયાં
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, વાકોલા બ્રિજ પર ગઈ કાલે સવારે ઑઇલ ઢોળવાના કારણે એક પછી એક ચારથી પાંચ વાહનો એકબીજાં સાથે અથડાયાં હોવાથી પીક અવર્સમાં થોડો વખત માટે ટ્રાફિક જૅમ પણ સર્જાયો હતો અને એ ક્લિયર કર્યા બાદ પણ ધીમે-ધીમે સ્પૉટ પરથી વાહનો આગળ વધી રહ્યાં હતાં. આમ વરસાદના કારણે પણ વાહનો સ્પીડમાં ચલાવી શકાય એમ નહોતાં એમાં આ ઍક્સિડન્ટને કારણે અન્ય મોટરિસ્ટોને હાડમારી ભોગવવી પડી હતી. આ અકસ્માતમાં ટેમ્પો-ડ્રાઇવર અને અન્ય એક વાહનચાલકને ઈજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ખરાબ રીતે ભટકાયેલા ટેમ્પોને ત્યાંથી હટાવવા માટે ટો વૅન બોલાવવી પડી હતી. રસ્તા પર ઑઇલ ઢોળાવાના કારણે બ્રેક લગાડવામાં મુશ્કેલી પડતી હોવાથી એ વાહનો એકબીજાં સાથે અથડાયાં હતાં. ફાયર બ્રિગેડ દ્વારા એ ઑઇલ પર માટી અને અન્ય મટીરિયલ નાખી ઑઇલને એકઠું
કરી હટાવી લેવાયું હતું અને ત્યાર બાદ એ રસ્તો વાહનો માટે ક્લિયર કરાયો હતો.

