ડ્રોન દ્વારા ભારત માતા, ભારતીય બંધારણ અને બાબાસાહેબ આંબેડકરના ફોટો સહિત અનેક ચિત્રો બનાવવામાં આવ્યાં હતાં.
તસવીર : આશિષ રાજે
રવિવારે સાંજે મુંબઈના દાદરમાં ચૈત્યભૂમિ ખાતે એક ભવ્ય ડ્રોન-શો યોજાયો હતો જેમાં ૨૦૦૦ ડ્રોન દ્વારા વિવિધ આકૃતિ બનાવીને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જયંતી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સિન્ક્રનાઇઝ્ડ ડ્રોન દ્વારા ભારત માતા, ભારતીય બંધારણ અને બાબાસાહેબ આંબેડકરના ફોટો સહિત અનેક ચિત્રો બનાવવામાં આવ્યાં હતાં.
પરેલ TT ફ્લાયઓવરનું કામ પુરજોશમાં ચાલુ
ADVERTISEMENT

હિન્દમાતાથી લાલબાગને જોડતા પરેલ TT ફલાયઓવરનું સમારકામ તબક્કાવાર શરૂ કરવામાં આવ્યું છે. ૩૧ મે સુધી બ્રિજનો અમુક ભાગ બંધ રાખીને રીસર્ફેસિંગનું કામ કરવામાં આવશે. તસવીર : અતુલ કાંબળે
દાદરમાં મહાકાય વૃક્ષ જમીનદોસ્ત

દાદર-વેસ્ટના ગોખલે રોડ પર આવેલા કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG) પેટ્રોલ-પમ્પ નજીક એક વિશાળ ઝાડ જમીનદોસ્ત થયું હતું. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી, પણ મહાકાય વૃક્ષને હટાવવા માટે અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી જેને કારણે થોડો સમય ટ્રાફિકને પણ અસર થઈ હતી. તસવીર : આશિષ રાજે
