Navi Mumbai Crime: એપીએમસીમાં ટ્રેડિંગની દુકાનમાં નોકરી કરતા એક વ્યક્તિ પર ટ્રેડિંગ પેઢીના માલિક અને તેના કર્મચારીઓએ હુમલો કર્યો હતો.
ક્રાઇમની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- વીડિયોને આધારે કેસની તપાસ ચાલી રહી છે
- ટ્રેડિંગ ફર્મના માલિક રૌનક દયાલજીભાઈ ભાનુશાલી અને તેના કર્મચારીઓએ હુમલો કર્યો હતો
- ઈલાયચી ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો
નવી મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો (Navi Mumbai Crime) સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અહીં એક વ્યક્તિ પર હુમલો કરવા અને તેને ચંપલ ચાટવા માટે મજબૂર કરવા બદલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે APMC પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે સાંજે બની હતી.
દુકાનમાં ચોરી કરવા ગયો શખ્સ તેમાં તો એવી સજા મળી કે ન ભૂલી શકાય
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર નવી મુંબઈ (Navi Mumbai Crime)ના એપીએમસીમાં ટ્રેડિંગની દુકાનમાં નોકરી કરતા એક વ્યક્તિ પર ટ્રેડિંગ પેઢીના માલિક રૌનક દયાલજીભાઈ ભાનુશાલી અને તેના કર્મચારીઓએ હુમલો કર્યો હતો, જેમની ઓળખ સંજય ચૌધરી, લાલાજી બાબુબાઈ પગી, વિરેન્દ્ર કુમાર લક્ષ્મણ ગૌતમ, યોગેશ અને કરણ તરીકે થઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ વ્યક્તિ પર ઈલાયચી ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ જ ભૂલને કારણે તેને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. તેટલું જ નહીં આ લોકોએ શખ્સના કપડાં ઉતારી દીધા હતા. ત્યારબાદ આ શખ્સને આરોપી ભાનુશાળીના જૂતા ચાટવા માટે દબાણ પણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં આ ઘટનાનો વીડિયો પણ બનાવવાં આવ્યો છે., હવે વીડિયોને આધારે કેસની તપાસ ચાલી રહી છે.
દુકાનના માલિકે શખ્સ પર લગાવ્યા આ આરોપ
અધિકારી પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર એપીએમસીમાં ટ્રેડિંગની દુકાનમાં નોકરી કરતા એક વ્યક્તિ પર ટ્રેડિંગ ફર્મના માલિક રૌનક દયાલજીભાઈ ભાનુશાલી અને તેના કર્મચારીઓએ હુમલો કર્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે
આ મામલે (Navi Mumbai Crime) વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, "આ વ્યક્તિ પર એલચીની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આવો આરોપ મૂક્યા બાદ સૌ પ્રથમ તો તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિને આરોપી ભાનુશાળીના જૂતા ચાટવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.”
અધિકારીએ ઉમેર્યું હતું કે તેઓએ ઘટનાની નોંધ પણ કરી હતી. વીડિયો પણ સામે આવ્યો છે. અને આ મામલે સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી દીધી છે.”આ સાથે જ ગુરુવારે 26 વર્ષીય વેઈટર મુકેશ ઉર્ફે મન્ટુ કુમાર યાદવની હત્યા કરવામાં આવી હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યારે તે વાશીના સેક્ટર 11માં કિનારા હોટેલની બહાર ટીશ્યુ પેપર, ફળો અને પાણી ધરાવતી પોલિથીન બેગને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
Navi Mumbai Crime: સીસીટીવી ફૂટેજ મુજબ મોટરબાઈક પર બે અજાણ્યા વ્યક્તિઓ મુકેશની નજીક આવ્યા હતા, તેઓએ બેગ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુકેશે પ્રતિકાર કરતા તેઓએ તેના માથા, કપાળ અને હાથ પર હથિયાર વડે માર માર્યો હતો.

