ઇન્ડિયન એમ્બેસીની દરમ્યાનગીરીથી ભારત પાછા આવેલા પીડિતોએ આ સંદર્ભે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
પકડાયેલા આરોપીઓ સાથે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ
થાઇલૅન્ડમાં મોટા પગારની નોકરી અપાવવાની લાલચ આપીને નોકરી ઇચ્છતા અનેક લોકોને થાઇલૅન્ડ નજીકના લાઓસમાં લઈ જઈને ફેક કૉલ સેન્ટરમાં કામ કરાવડાવી તેમનું શોષણ કરવામાં આવતું હતું. ઇન્ડિયન એમ્બેસીની દરમ્યાનગીરીથી ભારત પાછા આવેલા પીડિતોએ આ સંદર્ભે વિલે પાર્લે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કરીને આ રૅકેટ ચલાવતા જેરી જેકબ અને ગ્રૉડફ્રે અલ્વારેસને ઝડપી લીધા છે. આ કેસના પીડિત ફરિયાદી સિદ્ધાર્થ યાદવે તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેમને ફેક કૉલ સેન્ટરમાં જૉબ પર રખાયા હતા. અમેરિકા, કૅનેડા અને યુરોપના નાગરિકોને છેતરીને તેમની પાસેથી ડૉલર અને યુરો પડાવવામાં આવતા હતા. આ ઉપરાંત કામગારોને મામૂલી કારણો આપીને હેવી ફાઇન કરવામાં આવતો હતો. એ પછી ઇન્ડિયન એમ્બેસીએ દરમ્યાનગીરી કરતાં લોકલ પોલીસે તેમનો છુટકારો કરાવ્યો હતો.