ચોથી ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં ૨૬ વર્ષના ઇમામ હસન શમશુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના નેરુલમાં એક ભિખારીની ધરપકડ કરવામાં આવી છે, જેણે કોઈ પણ ઉશ્કેરણી વિના કૉલેજ-સ્ટુડન્ટ પર હુમલો કર્યો હતો. આરોપીએ વિદ્યાર્થિનીના માથા પર કાચની બૉટલ મારી હતી એટલે તેને હૉસ્પિટલમાં લઈ જવી પડી હતી. ચોથી ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં ૨૬ વર્ષના ઇમામ હસન શમશુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. ૨૧ વર્ષની યુવતી નવી મુંબઈના ઐરોલીની રહેવાસી છે અને તે એક મિત્ર સાથે નેરુલની એક કૉલેજમાં આવી હતી.
નેરુલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે જણાવ્યું હતું કે ‘બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ યુવતી એક બસ-સ્ટૉપ પાસે ઊભી હતી ત્યારે ભિખારીએ તેના પર કાચની ખાલી બૉટલ વડે હુમલો કર્યો હતો અને પછી એનો તૂટેલો ટુકડો પેટમાં માર્યો હતો. યુવતી હાલ સારવાર હેઠળ છે. આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.’