એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે ૯.૭૫ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પોલીસે મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં નકલી ચલણી નોટો બનાવતી એક ગૅન્ગનો પર્દાફાશ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે તાજેતરમાં યંબકેશ્વર તાલુકાના તળેગાવ શિવરમાં એક બંગલા પર દરોડો પાડ્યો હતો અને ચલણી નોટોના કદમાં કાપેલાં કોરા કાગળનાં બંડલો, રસાયણો અને નોટો છાપવા માટે જરૂરી અન્ય સામગ્રી જપ્ત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે ૯.૭૫ લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા, જેમાં ૫૦૦ રૂપિયાના મૂલ્યની ૧૯૫૦ ઓરિજિનલ ભારતીય ચલણી નોટોનો સમાવેશ થાય છે. આરોપીઓ ૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો છાપી રહ્યા હતા. ત્ર્યંબકેશ્વર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
