Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Nagpur:યુટ્યુબ જોઈ સગીરાએ બાળકને આપ્યો જન્મ,બાદમાં હત્યા કરી છૂપાવ્યું બોક્સમાં

Nagpur:યુટ્યુબ જોઈ સગીરાએ બાળકને આપ્યો જન્મ,બાદમાં હત્યા કરી છૂપાવ્યું બોક્સમાં

06 March, 2023 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર (Nagpur)શહેરમાંથી એક શર્મજનક સામે આવી છે. અહીં એક 15 વર્ષીય સગીરે યુટ્યુબ જોયા બાદ બાળકને જન્મ આપ્યો અને પછી તેની હત્યા કરીને તેને બોક્સમાં બંધ કરી દીધો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર (Nagpur)શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 15 વર્ષીય સગીરે યુટ્યુબ જોયા બાદ બાળકને જન્મ આપ્યો અને પછી તેની હત્યા કરીને તેને બોક્સમાં બંધ કરી દીધો. પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુવતી સોશિયલ મીડિયા દ્વારા એક યુવકને મળી હતી. જે બાદ બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતી ગર્ભવતી બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, નાગપુરના અંબાઝરી વિસ્તારની છોકરીએ તેની માતાને પોતાની તબિયત ખરાબ હોવાનું કહીને પોતાની પ્રેગ્નન્સી છુપાવી હતી. કોઈને ખબર ન પડે તે માટે તેણે યુટ્યુબ પર વીડિયો જોવાનું શરૂ કર્યું. 2 માર્ચે વીડિયો જોયા પછી તેણે ઘરે એક બાળકીને જન્મ આપ્યો અને તરત જ નવજાતનું ગળું દબાવીને હત્યા કરી નાખી. તેણે લાશને પોતાના ઘરમાં એક બોક્સમાં છુપાવી દીધી હતી.



માતા ઘરે પહોંચી ત્યારે રહસ્ય ખુલ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે બાળકીની માતા ઘરે પહોંચી ત્યારે તેઓએ તેની તબિયત વિશે પૂછપરછ કરી. તેણે કહ્યું, `છોકરીએ તેની માતાને આખી વાત કરી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.`


આ પણ વાંચો:Breaking News: ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, જાણો સમગ્ર ઘટના

ઇન્ડિયન પીનલ કોડ (IPC) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો આરોપ ઘડવામાં આવશે. વધુ તપાસ ચાલુ છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK