Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુર: હવામાં હતા 200 યાત્રીઓ...ફ્લાઈટના એન્જિનમાંથી અચાનક નિકળ્યો ધૂમાડો ને...

નાગપુર: હવામાં હતા 200 યાત્રીઓ...ફ્લાઈટના એન્જિનમાંથી અચાનક નિકળ્યો ધૂમાડો ને...

02 March, 2023 11:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચટગાંવથી મસ્કત (Chittagong Muscat Flight)જતી સલામ એરની ફ્લાઈટ (Salam Air Flight)નું બુધવારે રાત્રે મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર એરપોર્ટ (Nagpur Airport)પર ઈમરજન્સી લેન્ડિંગ  (Emergency Landing )કરવું પડ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

Maharashtra

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા થોડાક મહિનામાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડ કરવાની ફરજ પડી હોય. ત્યારે હવે ફરી એક એવો જ બનાવ બન્યો છે. ચટગાંવથી મસ્કત (Chittagong Muscat Flight)જતી સલામ એરની ફ્લાઈટ (Salam Air Flight)નું બુધવારે રાત્રે મહારાષ્ટ્ર(Maharashtra)ના નાગપુર એરપોર્ટ (Nagpur Airport)પર ઈમરજન્સી લેન્ડિંગ  (Emergency Landing )કરવું પડ્યું હતું. પાયલટને એન્જિનમાંથી ધુમાડો નીકળતો જણાયા બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીએ માહિતી આપી હતી કે વિમાનમાં લગભગ 200 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર હતા. તેણે કહ્યું કે બધા સુરક્ષિત છે.

વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું



આ ફ્લાઈટ બાંગ્લાદેશના ચટગાંવથી ઓમાનની રાજધાની મસ્કત જઈ રહી હતી. જ્યારે એરક્રાફ્ટ ભારતીય હવાઈ ક્ષેત્રમાં હતું ત્યારે તેના એન્જિનમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી વિમાનને નાગપુર એરપોર્ટ (Nagpur Aiport)તરફ વાળવામાં આવ્યું હતું. એરપોર્ટના કર્મચારીઓએ પણ અગાઉથી તૈયારીઓ કરી લીધી હતી. આવી સ્થિતિમાં વિમાનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો: કૂતરાનો કાળ: UPમાં 3 વર્ષની બાળકીને ભૂખ્યા કૂતરાઓએ 200 બચકા ભરી મોતને ઘાટ ઉતારી

પક્ષી અથડાયા પછી ઇમરજન્સી લેન્ડિંગ


ભૂતકાળમાં સુરતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઈન્સ(Indigo Airlines)ની ફ્લાઈટ સાથે પક્ષી અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ સમય દરમિયાન વિમાને ટેકઓફ કર્યું હતું અને નિર્ધારિત ઉંચાઈ તરફ આગળ વધ્યું હતું. ઘટના બાદ ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમદાવાદમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ઈન્ડિગો એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2023 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK