Mumbai Weather Today: વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે કે આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે. મુંબઈ શહેર અને પરા વિસ્તારમાં દિવસ દરમિયાન એક કે બે વખત હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના હવામાન (Mumbai Weather Today)ની વાત કરીએ તો આજે રવિવારે મુંબઈગરાઓ માટે સન્ડે ખુશનુમા રહેવાનો છે. વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે કે આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે. મુંબઈ શહેર અને પરા વિસ્તારમાં દિવસ દરમિયાન એક કે બે વખત હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે.
વેધર રિપોર્ટ (Mumbai Weather Today) અનુસાર ૨૭ સપ્ટેમ્બરના રોજ સવારે 11.59 વાગ્યે 4.35 મીટર ઊંચા ભરતીના મોજાં ઉછળવાનો અંદાજ છે. 28 સપ્ટેમ્બરના રોજ સવારે 12.38 વાગ્યે 4.51 મીટર ઊંચી ભરતીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે સાંજે 6.09 વાગ્યે શહેરમાં 0.48 મીટરના મોજાં ઉછળવાની શક્યતા છે. તેના પછી 1.02 મીટરના મોજા ઉછળશે. ત્યારપછી આવતીકાલે સવારે 6.20 વાગ્યે ભરતીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગઇકાલથી આજ સવાર સુધી ટીપું વરસાદ પણ થયો નથી
મુંબઈ મહાનગર પાલિકાના આંકડા અનુસાર 26 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 27 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં (Mumbai Weather Today) સમગ્ર મુંબઈમાં જરા પણ વરસાદ નોંધાયો નથી.
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે નોંધાયું
દિલ્હીમાં રવિવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં લઘુત્તમ તાપમાન મોસમની સરેરાશ કરતાં 21 ડિગ્રી સેલ્સિયસ નીચે સ્થિર થયું હતું. રાજધાનીમાં શનિવારે રાત્રે 8.30થી રવિવારે સવારે 8.30 સુધી 5 મીમી વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે.
સવારે 8.30 વાગ્યે ભેજનું પ્રમાણ 91 ટકા નોંધાયું હતું. વેધર અપડેટ (Mumbai Weather Today) આપતી સમીર એપ અનુસાર સવારે 9 વાગ્યે હવાની ગુણવત્તા 54ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાથે સંતોષકારક શ્રેણીમાં નોંધાઈ હતી. સીપીસીબી અનુસાર શૂન્યથી 50ની વચ્ચે જો હવાનો AQI હોય તો તે હવાની સારી ગુણવત્તા સૂચવે છે. જો આ આંકડો 51થી 100ની વચ્ચે આવે તો હવાની ગુણવત્તા સંતોષકારક કહી શકાય. 101થી 200ની વચ્ચે ન સારી અને ન ખરાબ એવી હવાની ગુણવત્તા કહી શકાય. 201થી 300ની વચ્ચેનો આંકડો હવાની ગુણવત્તા ખરાબ હોવાનું સૂચવે છે ત્યારે 301થી 400ની વચ્ચેનો આંકડો તો હવાની ક્વોલિટી અત્યંત ખરાબ અને 401થી 500ની વચ્ચે ડેન્જર હોવાનું સૂચવે છે.
મુંબઈના તળાવોમાં ઘટ્યો પાણીનો સ્ટોક
ભાંડુપ કોમ્પ્લેક્સ ખાતેના માસ્ટર કંટ્રોલ સેન્ટરના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ (Mumbai Weather Today)ના તાજેતરના અહેવાલ મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં મુંબઈના સાત તળાવોમાં 14,05,980 મિલિયન લિટર (એમએલ) ઉપયોગી પાણીનો જથ્થો નોંધાયો છે. આ તળાવોમાં સંયુક્ત રીતે પાણીનો જથ્થો 14,05,980 એમએલની કુલ ઉપયોગી ક્ષમતાના 97.14 ટકા રહ્યો છે, જે એક દિવસ પહેલા 97.39 ટકા હતો. ગયા વર્ષે આ જ તારીખે તળાવો 14,34,790 એમએલ અથવા તેમની ઉપયોગી ક્ષમતાના 99.13 ટકા હતા. 2024 માં, સ્ટોક 14,38,398 એમએલ હતો, જે 99.38 ટકા હતો.
