Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બિશ્નોઈ ગૅન્ગના નામે વિલે પાર્લેના જ્વેલરને આવ્યો ખંડણી માગતો ફોન

બિશ્નોઈ ગૅન્ગના નામે વિલે પાર્લેના જ્વેલરને આવ્યો ખંડણી માગતો ફોન

Published : 20 February, 2026 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે છટકું ગોઠવીને ચાર આરોપીને પકડ્યા ત્યારે ખબર પડી કે તેઓ જામતાડાના છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફિલ્મમેકર રોહિત શેટ્ટી અને રણવીર સિંહ પછી વિલે પાર્લેના જ્વેલરને અજાણ્યા ઇન્ટરનૅશનલ નંબર પરથી ફોન આવ્યો હતો અને કૅનેડાથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય હોવાનું જણાવીને ૨૦ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો ખંડણી ન આપે તો જ્વેલરને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે આ ગૅન્ગને લૉરેન્સ બિશ્નોઈ સાથે કોઈ લેવાદેવા જ નહોતી.

જ્વેલરને ૧૨ ફેબ્રુઆરીએ વૉટ્સઍપ પર પહેલી ધમકી મળી હતી અને એના થોડા દિવસ પછી આવી માગણી કરતા કૉલ્સ પણ આવવા લાગ્યા હતા. ગભરાયેલા જ્વેલરે ૧૬ ફેબ્રુઆરીએ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો.



પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને આરોપીને પકડવા માટે જાળ બિછાવી અને જ્વેલરે પણ પોલીસના કહેવા મુજબ ૨૦ લાખને બદલે વાટાઘાટો કરીને ખંડણીની રકમ પાંચ લાખ સુધી આપવાની તૈયારી બતાવી.


૧૭ ફેબ્રુઆરીએ ખરી ગેમ શરૂ થઈ. જ્વેલર કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસની નજીક સ્કૅમરને પૈસા આપવા ગયો ત્યારે પોલીસે સ્કૅમર્સને ઝડપ્યા હતા. પૂછપરછ દરમ્યાન પોલીસને જાણ થઈ હતી કે ચારેય આરોપીઓને બિશ્નોઈ ગૅન્ગ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ઝારખંડના જામતાડાની એક સાઇબર ફ્રૉડ ગૅન્ગના સભ્યો છે.

પોલીસે જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી કોઈ મેકૅનિક છે તો કોઈ રસોઈયો છે અને કોઈ કાપડની દુકાનમાં કામ કરે છે. આ રીતે બિશ્નોઈ ગૅન્ગના નામે કોઈને પણ ધમકી આપવાનો પ્રયત્ન થઈ શકે છે તેથી પોલીસે આખી ગૅન્ગ સામે કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK