Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ટ્રાફિક પોલીસને કૉલ, સીમા હૈદરને પાકિસ્તાન મોકલો નહીંતર થશે ફરી હુમલો

મુંબઈ ટ્રાફિક પોલીસને કૉલ, સીમા હૈદરને પાકિસ્તાન મોકલો નહીંતર થશે ફરી હુમલો

Published : 14 July, 2023 10:20 AM | Modified : 14 July, 2023 12:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ(Mumbai Traffic Police)ને એત કોલ આવ્યો, જેમાં સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની વાત કરવામાં આવી છે. જો આવું નહીં થાય તો 26/11 હુમલો થશે એવી પણ ફોનમાં જાણ થઈ છે.

સીમા હૈદર અને સચીન

સીમા હૈદર અને સચીન


મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમ(Mumbai Traffic Police)ને બુધવારે તેમના હેલ્પલાઇન નંબર પર અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. જેમાં 26/11 જેવા હુમલાનું પુનરાવર્તન કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉર્દૂમાં લખાયેલા મેસેજમાં લખવામાં આવ્યું હતું કે `જો સીમા હૈદર પરત નહીં ફરે તો ભારત બરબાદ થઈ જશે અને તેના માટે ઉત્તર પ્રદેશ સરકાર જવાબદાર હશે.` મુંબઈ પોલીસ(Mumbai Police)એ મેસેજ લખનાર વ્યક્તિની તપાસ શરૂ કરી છે.
 


ભારતમાં ગેરકાયદે પ્રવેશ

 
ગ્રેટર નોઈડા પોલીસે થોડા દિવસ પહેલા 27 વર્ષની સીમા હૈદર(seema haider love)ની ધરપકડ કરી હતી. તેમની સામે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ સચિન સિંહ અને તેના પિતા નેત્રપાલ વિરુદ્ધ 120B અને કલમ 34 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેણે પાકિસ્તાની મહિલાને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં મદદ કરી અને તેને પોતાના ઘરમાં રાખી. સીમા હૈદર (seema haider love )મેના બીજા સપ્તાહમાં કરાચીથી દુબઈ થઈને નેપાળ પહોંચી હતી. આ પછી તેમણે પાલથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો. પોલીસને સમગ્ર મામલાની જાણકારી એક વકીલ પાસેથી મળી, જેનો સચિન અને સીમાએ ગયા અઠવાડિયે લગ્નને લઈને સંપર્ક કર્યો હતો. બંનેની વલ્લભગઢમાં બસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તમામને જામીન મળી ગયા હતા.

 
કેવી રીતે આવ્યા સંપર્કમાં
 
ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે સચિન અને સીમા હૈદર (seema haider love)2020માં પ્રથમ વખત સંપર્કમાં આવ્યા હતા. આ પછી બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા અને પછી મેસેજ અને વીડિયો કોલ શરૂ કર્યા. એવું પણ જાણવા મળ્યું હતું કે બંને આ વર્ષે માર્ચમાં નેપાળમાં મળ્યા હતા અને અહીં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અહીંથી તેણે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે YouTube પર ભારતમાં પ્રવેશવાના સરળ રસ્તા શોધી કાઢ્યા.
 
ગદર ફિલ્મની પ્રેરિત લવ સ્ટોરી
 
ભારતનો સચિન મીના અને પાકિસ્તાન (Pakistan)ની સીમા હૈદર હાલમાં તેની લવ સ્ટોરીને કારણે ખુબ જ ચર્ચામાં છે. જામીન મળ્યા બાદ નવી દિલ્હીમાં જેલમાંથી તેઓ મુક્ત થયાં છે. સીમાની તેનાં ચાર બાળકો સાથે વાયા નેપાલ વિઝા વિના ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાના આરોપસર ચોથી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સચિનને ઘૂસણખોરોને આશરો આપવા બદલ જેલમાં પૂરવામાં આવ્યો હતો.આ કપલના જણાવ્યા અનુસાર તેઓ ફિલ્મ ગદરથી ઇન્સ્પાયર થયાં હતાં. આ ફિલ્મમાં ઇન્ડિયન યુવક અને પાકિસ્તાની યુવતીની સરહદ પાર લવસ્ટોરી છે.
 
Whatsapp-channel Whatsapp-channel

14 July, 2023 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK