મેઘવાડી પોલીસે સાઇટ એન્જિનિયર શંભુકુમાર પાસવાન અને ગૌરવ સોંડાગરની ધરપકડ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
જોગેશ્વરી-ઈસ્ટની મજાસવાડીમાં રહેતી સંસ્કૃતિ અમીન નામની યુવતીનું થોડા દિવસ અગાઉ મૃત્યુ થયું હતું. સંસ્કૃતિ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાંથી સિમેન્ટનો એક બ્લૉક તેના માથે પડતાં તેણે જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ સ્થાનિક લોકોએ બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ કરીને પ્રદર્શનો કર્યાં હતાં. એને પગલે મેઘવાડી પોલીસે સાઇટ એન્જિનિયર શંભુકુમાર પાસવાન અને ગૌરવ સોંડાગરની ધરપકડ કરી હતી. જોકે રહેવાસીઓનું કહેવું છે કે પોલીસે બિલ્ડર અને તેના ભાગીદારને બદલે નાની માછલીઓની ધરપકડ કરી છે. તેથી રવિવારે બિલ્ડરની ધરપકડની માગણી સાથે મીણબત્તી લઈને માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.


