Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Sexual Crime: અંબરનાથની શરમજનક ઘટના! એક મહિના સુધી સગીર બાળકીને અશ્લીલ દ્રશ્યો બતાવતો રહ્યો નરાધમ

Mumbai Sexual Crime: અંબરનાથની શરમજનક ઘટના! એક મહિના સુધી સગીર બાળકીને અશ્લીલ દ્રશ્યો બતાવતો રહ્યો નરાધમ

Published : 22 August, 2024 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Sexual Crime: સગીર બાળકી જ્યારે તેના ઘરની સામે આવેલા સાર્વજનિક શૌચાલયમાં શૌચ માટે જતી હતી ત્યારે આરોપી ત્યાં આવતો હતો.

છેડતી માટે વપરાયેલ પ્રતીકાત્મક તસવીર

છેડતી માટે વપરાયેલ પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. 35 વર્ષીય નરાધમ સામે ગુનો દાખલ કરીને કેસ ફાઇલ કરવામાં આવ્યો છે
  2. તે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધાં આપતો હતો
  3. પરિવારજનોને સગીર બાળકીની વાત સાંભળ્યા બાદ ઊંડો આઘાત લાગ્યો હતો

કોલકાતા અને બદલાપુરની હચમચાવી નાખતી બે ઘટનાઓ (Mumbai Sexual Crime)નાં તણખા હજી શમ્યા નથી ત્યં જ ફરી અંબરનાથથી એક એવી શરમજનક ઘટના સમેં આવી છે કે જેણે સ્ત્રીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે. આંબરનાથમાં એક 35 વર્ષીય યુવક દ્વારા સગીર યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ અંબરનાથ પોલીસે બુધવારે જ બાળ જાતીય શોષણ નિવારણ અધિનિયમ હેઠળ 35 વર્ષીય નરાધમ સામે ગુનો દાખલ કરીને કેસ ફાઇલ કર્યો હતો.



યુવતી શૌચ માટે જતી ત્યારે નરાધમ મોબાઇલમાં અશ્લીલ વિડીયો ઑન કરતો 


તમને જણાવી દઈએ કે સગીર બાળકી જ્યારે તેના ઘરની સામે આવેલા સાર્વજનિક શૌચાલયમાં શૌચ માટે જતી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. વળી જ્યારે તેને એ વાતની ખાતરી થતી કે આજુબાજુમાં કોઈ નથી ત્યારે તે સગીરાની નજીક જતો રહેતો હતો. એટલું જ નહીં નરાધમ તેના મોબાઈલ ફોનમાંથી તેનો અશ્લીલ વીડિયો (Mumbai Sexual Crime) શરૂ કરતો હતો. ત્યાં તે તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો.

સગીર બાળકીને આ વાતની વધુ જાણ ન હોઈ તેનો લાભ લઈ નરાધમ તેની નજીક આવતો હતો. આ સાથે જ તે સગીરાને આ વાત કોઈને કહેશે તો તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકી સુદ્ધાં આપતો હતો. આ રીતે સગીર યુવતી ડરથી કોઈને વાત કરતી નહોતી.


અત્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનાર બદલાપુર ઘટનામાંથી બોધ લઈ આ પીડિત બાળકીની માતા પણ ડર્યા વગર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી, અને તેણે ૩૫ વર્ષીય નરાધમ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે નરાધમ વિરુદ્ધ કેસ (Mumbai Sexual Crime) નોંધ્યો છે અને તેની ધરપકડ પણ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ આરોપીનું નામ સંતોષ આનંદ કાંબલે તરીકે સમે આવ્યું છે. તે અંબરનાથ પશ્ચિમમાં શિવસેના શાખા પાસે ભાસ્કર નગર વિસ્તારમાં રહે છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત મંગળવારે બપોરે જ્યારે પીડિતા શૌચાલયમાં શૌચ માટે આવી હતી ત્યારે તેનો લાભ લઈ સંતોષ ત્યાં આવી ચઢ્યો હતો. અને હંમેશની જેમ તેનું યૌનશોષણ કર્યું હતું. 

જ્યારે સંતોષની આ અશ્લીલ હરકતો (Mumbai Sexual Crime) વધવા લાગી હતી ત્યારે કંટાળીને પીડિત યુવતીએ આખરે આ ઘટના વિશે તેણી માતાને જાણ કરી હતી. પરિવારજનોને સગીર બાળકીની વાત સાંભળ્યા બાદ ઊંડો આઘાત લાગ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ તરત જ અંબરનાથ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પરથી સામે આવ્યું છે કે સંતોષ છેલ્લા એક મહિનાથી તેણી સાથે આ રીતે અશ્લીલ હરકતો કરતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2024 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK