Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોનેટ પર લટકતો રહ્યો શખ્સ છતાં ડ્રાઇવરે પૂરઝડપે દોડાવી કાર, ખતરનાક વિડિયો વાયરલ

બોનેટ પર લટકતો રહ્યો શખ્સ છતાં ડ્રાઇવરે પૂરઝડપે દોડાવી કાર, ખતરનાક વિડિયો વાયરલ

Published : 28 May, 2025 02:59 PM | Modified : 29 May, 2025 06:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Road Rage Incident: મુંબઈમાં બદલો લેવાની ચાહમાં બે ડ્રાઈવરો વચ્ચે જબરજસ્ત ઝઘડો; બે ટેક્સી ચાલકો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જે હિંસક અથડામણમાં પરિણમી; સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ

વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ


ગઈકાલે રાતથી સોશ્યલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. મંગળવારે રાત્રે મુંબઈ (Mumbai) થી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેનાથી લોકોમાં રોષ ફેલાયો છે અને માર્ગ સલામતી (Road Safety) અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ગાડીના બોનેટ પર બેસાડીને હાઈવે પર દુર સુધી ઘસડીને લઈ જતો હોય તેવું દેખાય છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં એક માણસ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (Western Express Highway) પર ઝડપથી દોડી રહેલી અર્ટિગા કારના બોનેટ પર બેઠો છે, ત્યારે ડ્રાઇવર વાહન ધીમું કરવા કે રોકવાને બદલે ગતિ વધારે છે. પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના વિલે પાર્લે (Vile Parle) વિસ્તારમાં બની હતી.



પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બે ટેક્સી ચાલકો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જે હિંસક અથડામણમાં પરિણમી હતી. એવો આરોપ છે કે અર્ટિગાના ચાલકે ગુસ્સામાં આવીને તેની કારની સામે ઉભેલા બીજા માણસને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોતાને બચાવવા માટે, તે માણસ કારના બોનેટ પર કૂદી ગયો - અને ત્યારબાદ જે બન્યું તે એકદમ ભયાનક હતું, આ વાયરલ વીડિયોમાં તે રેકોર્ડ થઈ ગયું છે.


અહીં જુઓ વીડિયોઃ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


આ ભયાનક ઘટના (Mumbai Road Rage Incident) વાહનની પાછળ બેઠેલા એક બાઇક ચાલકે મોબાઇલ ફોન કેમેરામાં કેદ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કાર ઝડપથી આગળ વધી રહી છે અને તે વ્યક્તિ બોનેટને વળગી રહ્યો છે અને સંતુલન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે વાહનોના ચાલકો વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં આ બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ. અર્ટિગા કાર ચલાવતો ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો અને તેણે સામે ઉભેલા બીજા ડ્રાઈવરને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પછી, જમીન પર ઉભેલી વ્યક્તિ કોઈક રીતે પોતાનો જીવ બચાવવા માટે કારના બોનેટ પર ચઢી ગઈ. અર્ટિગા ડ્રાઈવરનો ગુસ્સો અહીં જ અટક્યો નહીં. પોતાનો ગુસ્સો કાઢવા માટે તેણે કારને વધુ ઝડપે ચલાવવાનું શરૂ કર્યું. પરંતુ બોનેટ પર લટકતો વ્યક્તિ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતો રહ્યો. આ આકી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે એરપોર્ટ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita - BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મિડ-ડેને મળેલી માહિતી પ્રમાણે, મુંબઈ પોલીસ (Mumbai Police)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અર્ટિગાના ડ્રાઇવર ભીમપ્રસાદ મહતોને નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં પોલીસે વધુ તપાસ માટે મહતોની અર્ટિગા ટેક્સી પણ જપ્ત કરી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK