Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં વરસાદને લઈને IMD એ જાહેર કરી નવી સૂચના, આગામી 3-4 કલાક શહેર માટે ભારે

મુંબઈમાં વરસાદને લઈને IMD એ જાહેર કરી નવી સૂચના, આગામી 3-4 કલાક શહેર માટે ભારે

09 July, 2024 09:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Rains: સોમવારે સવારે 8 થી 11 વાગ્યાની વચ્ચે, મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અનુક્રમે સરેરાશ 116.07 મીમી, 84.77 મીમી અને 109.55 મીમી વરસાદ નોંધાયો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈ શહેરમાં સરેરાશ 141.97 મીમી વરસાદ નોંધાયો હતો
  2. હવામાન વિભાગે ફરી એક નવી ચેતવણી જાહેર કરી મુંબઈમાં આગામી સમયમાં વરસાદ બાબતે માહિતી આપી
  3. મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી શક્યતા

મુંબઈમાં ગઇકાલે જે પ્રકારનો ધોધમાર વરસાદ પડ્યો (Mumbai Rains) તેને લીધે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. લોકલ ટ્રેનો કલાકો સુધી મોડી પાડવાની સાથે અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ જતાં મુંબઈગરાઓને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડ્યો હતો. તેમ જ આગામી અઠવાડિયા સુધી આ પ્રકારનો વરસાદ રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી હતી. જો કે હવે આજે સાંજે હવામાન વિભાગે ફરી એક નવી ચેતવણી જાહેર કરી મુંબઈમાં આગામી સમયમાં વરસાદ બાબતે માહિતી આપી હતી.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે નવ જુલાઈએ સાંજે ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ (Mumbai Rains) પડે તેવી શક્યતા છે. સાંજે સાત વાગ્યે જાહેર કરવામાં આવેલી નૉકાસ્ટ ચેતવણીમાં, IMD મુંબઈએ જણાવ્યું હતું કે, "આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે."મહારાષ્ટ્રના (Mumbai Rains) કેટલાક ભાગો માટે પણ આવી જ ચેતવણી જારી કરવામાં આવી હતી. IMDએ જણાવ્યું કે આગામી 3-4 કલાકમાં લાતુર, સોલાપુર, ધારાશિવ, સિંધુદુર્ગ, રત્નાગીરી, પુણે, અહમદનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે છે. મહારાષ્ટ્રના બીજા અન્ય જિલ્લાઓ જેમ કે નાસિક, ધુળે, જળગાંવ જિલ્લામાં આગામી ત્રણ ચાર કલાકમાં વીજળીના કડાકા સાથે વાવાઝોડું અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી IMDએ કરી છે.


આ આગાહી સાથે IMDએ (Mumbai Rains) લોકોને ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરી કરી છે અને બહાર જતાં સાવચેતી રાખવાની સલાહ આપી છે. ભારે વરસાદને લીધે મુંબઈમાં લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું. ફ્લાઇટ, રેલવે અને રસ્તાઓ પર પણ પાણી ભરાતા મુશ્કેલી સર્જાઈ હતી. જો કે મંગળવારે મુંબઈમાં (Mumbai Rains) વરસાદની તીવ્રતા ઓછી થઈ હતી. મંગળવારે સવારે મુંબઈમાં વાદળછાયું આકાશ જોવા મળ્યું હતું, એવામાં ભારે વરસાદની IMDની ચેતવણીને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળા અને કૉલેજોને બંધ રાખવામાં આવી હતી, પણ વરસાદે વિરામ લીધો હતો. મંગળવારે મુંબઈ અને ઉપનગરોમાં ક્યાંય પણ પાણી ભરાયું નહોતું અને ટ્રેન સહિત દરેક સેવાઓ પણ નિયમિત પણે શરૂ થઈ હતી.

IMD મુંબઈ કેન્દ્ર દ્વારા મંગળવારે શહેર માટે "રેડ એલર્ટ" જાહેર (Mumbai Rains) કર્યું હતું, જેમાં "અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેથી, બીએમસીએ મંગળવારે મુંબઈની શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરી હતી. સોમવારે સવારે આઠ વાગ્યે સમાપ્ત થયેલા 24-કલાકના સમયગાળામાં, મુંબઈ શહેરમાં સરેરાશ 141.97 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં અનુક્રમે 116.61 મીમી અને 142.58 મીમી વરસાદ નોંધાયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સોમવારે સવારે 8 થી 11 વાગ્યાની વચ્ચે, મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અનુક્રમે સરેરાશ 116.07 મીમી, 84.77 મીમી અને 109.55 મીમી વરસાદ નોંધાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 09:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK