પોલીસે છેતરપિંડી માટે વપરાતાં લૅપટૉપ અને મોબાઇલ સહિતની તમામ સામગ્રી જપ્ત કરી હતી. ટેક્નિકલ ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસના ઝોન ૧૧ના ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)એ સ્પેશ્યલ સ્ક્વૉડ તૈયાર કરીને ગોરેગામ-વેસ્ટના રામમંદિર વિસ્તારમાં આવેલા અસ્મિ કૉમ્પ્લેક્સમાં સોમવારે સાંજે રેઇડ પાડીને ગેરકાયદે ફૉરેક્સ ટ્રેડિંગ અને કૉમોડિટી ટ્રેડ કૉલ સેન્ટર ચલાવતા ૪ લોકોની ધરપકડ કરી હતી. આ મામલે ગોરેગામ પોલીસે ૪ આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ ભારતીય નાગરિકો સાથે રોકાણ કરવાના નામે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે છેતરપિંડી માટે વપરાતાં લૅપટૉપ અને મોબાઇલ સહિતની તમામ સામગ્રી જપ્ત કરી હતી. ટેક્નિકલ ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી રહી છે.


