Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પોલીસે ઑનલાઈન પોર્ટલ પર ભાડૂતોની માહિતી તરત આપવા માટે કરી અપીલ

મુંબઈ પોલીસે ઑનલાઈન પોર્ટલ પર ભાડૂતોની માહિતી તરત આપવા માટે કરી અપીલ

04 November, 2022 04:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈ પોલીસે (Mumbai police) તે લોકોને એપીલ કરી છે કે જેમણે મકાન, પરિસર કે અન્ય કોઈ જગ્યા કે વ્યક્તિને ભાડે આપ્યા છે તો ભાડોત્રીની માહિતી www.mumbaipolice.gov.in પોર્ટલ પર તરત નોંધાવો.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


મુંબઈ પોલીસે (Mumbai police) તે લોકોને એપીલ કરી છે કે જેમણે મકાન, પરિસર કે અન્ય કોઈ જગ્યા કે વ્યક્તિને ભાડે આપ્યા છે તો ભાડોત્રીની માહિતી www.mumbaipolice.gov.in પોર્ટલ પર તરત નોંધાવો. બૃહન્મુંબઈ પોલીસ કમિશ્નરેટે એક પ્રેસ જાહેરાતના માધ્યમે આ અપીલ કરી છે.

જો ભાડોત્રી વિદેશી છે, તો પરિસર કે મકાન માલિક અને વિદેશી નાગરિકને પોતાના નામ, રાષ્ટ્રીયતા, પાસપૉર્ટની માહિતી એટલે કે પાસપૉર્ટ નંબર, સ્થળ અને જાહેર કરવાની તારીખ, વેલિડીટીની સંપૂર્ણ માહિતી પોલીસને આપવી જોઈએ. આની સાથે જ વીઝા નંબર, શ્રેણી, સ્થાન અને રિલીઝિંગ ડેટ, વેલીડિટી રિપૉર્ટિંગનું સ્થાન અને શહેરમાં રહેવાનું કારણ પણ પોલીસને જણાવવાનું રહેશે.



આ પણ વાંચો : Mumbai મહાનગર ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડર માટે રહેવાની યોજના


આ આદેશ તારીખ 6 નવેમ્બર, 2022થી લાગુ પડશે અને 60 દિવસના સમય માટે 4 જાન્યુઆરી, 2023 સુધી લાગુ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 1860ની ધારા 188 હેઠળ દંડનીય રહેશે. પોલીસ ઉપાયુક્ત, (અભિયાન) અને કાર્યકારી મેજિસ્ટ્રેટ, બૃહન્મુંબઈએ એક પ્રેસ કૉન્ફ્રેન્સના માધ્યમે સૂચિત કર્યું કે આ આદેશ એકતરફી જાહેર કરવામાં આવ્યો છે કારણકે બધા સંબંધિતોને વ્યક્તિગત રૂપે નૉટિસ જાહેર ન કરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2022 04:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK