મુંબઈ (Mumbai)ના થાણે (Thane)માં એક મકાનમાં એકાએક લાગ લાગી હતી. જોકે આગ લાગવા પાછળ શું કારણ છે તે હજી જાણી શકાયુ નથી.

પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane)શહેરમાં ગુરુવારે સવારે એક માળના મકાનમાં આગ લાગી હતી અને એક કલાકમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી. આ માહિતી એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે લોકમાન્ય નગર ખાતે એક ચૉલ (રો ટેનામેન્ટ) માં સવારે 7.30 વાગ્યાની આસપાસ આગ ભભૂકી હતી. જોકે, સદ્નસીબે કોઈને ઈજા થઈ નથી.
થાણે નાગરિક સંસ્થાના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે પીટીઆઈને જણાવ્યું હતું કે સ્થાનિક ફાયરકર્મીઓએ એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પાછળનું કારણ હજી અકબંધ છે. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Maharashtra: દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવાનો પ્રયાસ, કેસ દાખલ
ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે ઉપનગરીય મુલુંડમાં સાત માળની રહેણાંક ઇમારતમાં આગ ફાટી નિકળી હતી. જ્યાં આશરે 80 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો સહિત દસ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એકાએક ફાટી નીકળેલી જ્વાળાઓ જાગૃતિ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના સામાન્ય ઇલેક્ટ્રિક મીટર કેબિનમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, મીટર અને સ્વીચો સુધી મર્યાદિત રહી હતી.