દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના પત્ની અમૃતા ફડણવીસ(Amrita Fadnavis)એ એક પરિચિત વિરુદ્ધ ધમકી અને ષડ્યંત્રના આક્ષેપ સાથે કેસ નોંધાવ્યો છે.

અમૃતા ફડણવીસ અને દેવેન્દ્ર ફડણવીસ (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ)
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના પત્ની અમૃતા ફડણવીસ(Amrita Fadnavis)એ એક પરિચિત વિરુદ્ધ ધમકી અને ષડ્યંત્રના આક્ષેપ સાથે કેસ નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, આરોપી મહિલા અનિક્ષા નામની ડિઝાઇનર છે. અમૃતા ફડણવીસે આરોપ લગાવ્યો છે કે આ મહિલાએ તેમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેના પિતા સામેના ફોજદારી કેસમાં હસ્તક્ષેપ માંગવા માટે તેને 1 કરોડની ઓફર કરવામાં આવી હતી.
અમૃતા ફડણવીસની ફરિયાદ પર, મુંબઈની મલબાર હિલ પોલીસે(Mumbai Police)અનિક્ષા અને તેના પિતા વિરુદ્ધ IPCની કલમ 120(B) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 8 અને 12 હેઠળ કેસ નોંધ્યો છે. મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં 20 ફેબ્રુઆરીના રોજ નોંધાયેલી એફઆઈઆર અનુસાર, અનિક્ષા 16 મહિનાથી વધુ સમયથી અમૃતા ફડણવીસના સંપર્કમાં હતી અને તેના નિવાસસ્થાને પણ ગઈ હતી.