BESTના ૭૮મા સ્થાપનાદિન નિમિત્તે વડાલાના અણિક બસડેપો મ્યુઝિયમમાં એક્ઝિબિશન ખુલ્લું મુકાયું છે
તસવીર : કીર્તિ સુર્વે પરાડે
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના ૭૮મા સ્થાપનાદિન નિમિત્તે વડાલાના અણિક બસડેપો મ્યુઝિયમમાં એક્ઝિબિશન ખુલ્લું મુકાયું છે. એમાં ઇલેક્ટ્રિક ટ્રામથી માંડીને ઇલેક્ટ્રિક બસ સુધીની મુંબઈની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમના વિકાસની ઝાંખી જોવા મળશે. સ્ટ્રીટલાઇટ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જેવાં વિવિધ સેક્શનમાં એ ડિપાર્ટમેન્ટને લગતાં મિનિએચર મૉડલો, આર્ટિફૅક્ટ અને ડૉક્યુમેન્ટ્સ જોવા મળશે. જૂનાં ટિકિટ વેન્ડિંગ મશીન, એન્જિન જેવાં રિટાયર્ડ મશીન્સ નજીકથી જોવા મળશે તેમ જ ડેપો ડિઝાઇન સેક્શનમાં બસ અને ટ્રામ પર બેસીને સેલ્ફી પાડવાની મજા લઈ શકાય છે.


