Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે ઉબર ઍપ પરથી પણ બુક થશે મેટ્રો ટિકિટ

હવે ઉબર ઍપ પરથી પણ બુક થશે મેટ્રો ટિકિટ

Published : 20 March, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉબર ઍપથી ટિકિટ બુક કરાવો તો ૧૦ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મેટ્રો ટિકિટ લેવાની વધુ સરળતા રહે એ માટે ઉબર ઍપ પરથી ટિકિટ બુક કરવાની સવલત આપવાની જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો ટિકિટ હવે ઓપન નેટવર્ક ફૉર ડિજિટલ કૉમર્સ (ONDC) ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીને ઉબર ઍપ દ્વારા સીધી બુક કરાવી શકાશે. ઉબર ઍપથી ટિકિટ બુક કરાવતાં ૫૦ ટકાનું તાત્કાલિક ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાશે. જોકે આ ડિસ્કાઉન્ટ વધુમાં વધુ ૧૦ રૂપિયા સુધીનું જ હશે.

યાત્રી, ઇક્સિગો, ઈઝ માય ટ્રિપ, ટુમોક, ટ્રિપોઝો, વન ટિકિટ, ઑટોપે, મૅજિકપિન, ચલો, રેડબસ, હાઇવે ડિલાઇટ સહિત અનેક ONDC પ્લૅટફૉર્મ પર મેટ્રો ટિકિટિંગ પહેલાંથી જ ઉપલબ્ધ છે. એ ઉપરાંત પ્રવાસીઓ મુંબઈ વન ઍપ, મુંબઈ વન કાર્ડ અને વૉટ્સઍપ આધારિત ટિકિટિંગ દ્વારા મેટ્રો સર્વિસનો ઉપયોગ કરી શકે છે. આ નવી સુવિધા શરૂઆતમાં મેટ્રો લાઇન્સ 2A અને 7 પર ઉપલબ્ધ થશે. બીજા તબક્કામાં મેટ્રો 9 અને 2B સહિત વધારાના રૂટ પર સુવિધા ઉપલબ્ધ થશે.‍ 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK