એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, ઍક્વા લાઇન ૩ દરરોજ ૧૩ લાખ મુસાફરોને સેવા આપશે, જે કફ પરેડ અને આરે ડેપો વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર એક કલાક ઘટાડશે. મુસાફરીના અંતરના આધારે ભાડું રૂ. 10 થી રૂ 60 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે.
મુંબઈ મેટ્રો ઍક્વા લાઈન 3નો ફેઝ 2બી સાથે સંપૂર્ણ કોરિડોર પૂર્ણ
મુંબઈગરાઓની સેવા અને સુવિધાઓમાં ઉમેરો કરતાં વધુ એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુંબઈ મેટ્રો ઍક્વા લાઇન 3 (કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ કોરિડોર)નું ઉદ્ઘાટન કર્યું. ચાલો જાણીએ તેની ખાસિયત અને તે કેવી રીતે મુંબઈની મુસાફરીને વેગ આપશે અને તેમના આસપાસના બીજા રેલવે સ્ટેશનો વિશે.
મુંબઈ મેટ્રો લાઇન 3: દક્ષિણ મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો
ADVERTISEMENT
મુંબઈની પહેલી ભૂગર્ભ મેટ્રો ઍક્વા લાઇન કોરિડોર 27 સ્ટેશનો સાથે 33.5 કિમી સુધી ફેલાયેલી છે, જે દક્ષિણ મુંબઈમાં કફ પરેડને ઉત્તર મુંબઈમાં આરે ડેપો સાથે જોડે છે. આજે ઉદ્ઘાટન થયેલા ફેઝ 2B (આચાર્ય અત્રે ચોકથી કફ પરેડ) કુલ રૂ. 37,270 કરોડના ખર્ચે સમગ્ર કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 10.99 કિમીના સ્ટ્રેચ પર જ રૂ. 12,200 કરોડનો ખર્ચ થયો છે. મેટ્રો લાઇન-3 નરીમન પોઈન્ટ, ફોર્ટ, કાલબાદેવી, આરબીઆઈ, બીએસઈ, વરલી, દાદર, ધારાવી અને બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ જેવા મુખ્ય વ્યવસાયિક, વાણિજ્યિક અને વારસાગત કેન્દ્રો પરથી પસાર થાય છે. તે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (T1 અને T2 ટર્મિનલ) ને સીધી મેટ્રો કનેક્ટિવિટી પણ પૂરી પાડે છે, જે હવાઈ મુસાફરો માટે પણ એક મોટી રાહત છે.
અહીં જુઓ તમામ 27 સ્ટેશનોની યાદી
- કફ પરેડ
- વિધાન ભવન
- ચર્ચગેટ
- હુતાત્મા ચોક (ફોર્ટ)
- CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)
- કાલબાદેવી
- ગિરગાંવ
- ગ્રાન્ટ રોડ
- મુંબઈ સેન્ટ્રલ
- મહાલક્ષ્મી
- સાયન્સ મ્યુઝિયમ (વરલી)
- વરલી
- સિદ્ધિવિનાયક
- દાદર
- શીતળાદેવી મંદિર
- ધારાવી
- બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)
- વિદ્યાનગરી
- સાન્તાક્રુઝ
- CSIA ડોમેસ્ટિક એરપોર્ટ (T1)
- CSIA ઇન્ટરનેશનલ એરપોર્ટ (T2)
- મરોલ નાકા
- MIDC
- સ્પીઝ
- મરોલ
- આરે કોલોની
- આરે ડેપો (JVLR ટર્મિનસ)
મુખ્ય ઇન્ટરચેન્જ અને કનેક્ટિવિટી
- CSMT મેટ્રો સ્ટેશન: સેન્ટ્રલ અને હાર્બર રેલવે સાથે ઇન્ટરચેન્જ થશે.
- મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન: વેસ્ટર્ન રેલવે સાથે સીધો ઇન્ટરચેન્જ (ઉપનગરીય અને લાંબા અંતર).
- ચર્ચગેટ મેટ્રો સ્ટેશન: વેસ્ટર્ન રેલવે ઉપનગરીય ટર્મિનસ સાથે ઇન્ટરચેન્જ થશે.
- મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશન: નજીકમાં મોનોરેલ સાથે ઇન્ટરચેન્જ કરી શકશે.
View this post on Instagram
કાલબાદેવી, ગિરગાંવ, આચાર્ય અત્રે ચોક, સાયન્સ મ્યુઝિયમ અને હુતાત્મા ચોક જેવા અન્ય મેટ્રો સ્ટેશનો પર જવા માટે મરીન લાઇન્સ, ગ્રાન્ટ રોડ અથવા ચર્નીરોડ અને મહાલક્ષ્મી જેવા પશ્ચિમ રેલવે સ્ટેશનો નજીક છે.
મુસાફરોને લાભ
એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, ઍક્વા લાઇન ૩ દરરોજ ૧૩ લાખ મુસાફરોને સેવા આપશે, જે કફ પરેડ અને આરે ડેપો વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર એક કલાક ઘટાડશે. મુસાફરીના અંતરના આધારે ભાડું રૂ. 10 થી રૂ 60 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે. સેવાઓ દરરોજ સવારે ૫:૫૫ થી રાત્રે ૧૦:૩૦ વાગ્યા સુધી ચાલશે.
મુંબઈ વન ઍપ
મેટ્રો લાઈન ઉદ્ઘાટન સાથે, મોદીએ ‘મુંબઈ વન’ ઍપનું પણ અનાવરણ કર્યું, જે મુંબઈ મેટ્રો (લાઇન ૧, ૨એ, ૭, ૩), મોનોરેલ, નવી મુંબઈ મેટ્રો, બેસ્ટ બસો અને ઉપનગરીય રેલ સહિત ૧૧ પરિવહન ઓપરેટરોને એકીકૃત કરતું એક ડિજિટલ મોબિલિટી પ્લેટફોર્મ છે. આ ઍપ ડિજિટલ ટિકિટિંગ, કૅશલેસ પેમેન્ટ્સ અને મલ્ટિમોડલ ટ્રિપ પ્લાનિંગ ઓફર કરે છે, જેનો હેતુ ટિકિટોની લાઈન ઘટાડવા અને શહેરની મુસાફરીને સરળ બનાવવાનો છે.


