જોકે એ ફૉલ્ટને સુધારી લેવા વેસ્ટર્ન રેલવેએ તરત મેઇન્ટેનન્સ કરવા વપરાતી ટાવર વૅગન મોકલીને સમારકામ હાથ ધર્યું હતું
આ સમસ્યાને કારણે બન્ને તરફની ટ્રેનો કલાકો સુધી અટવાઈ ગઈ હતી
વેસ્ટર્ન રેલવેમાં પાલઘરમાં ગઈ કાલે સાંજે ૬.૫૦ વાગ્યે બાંદરા–અજમેર એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યારે ધડાકા સાથે ઓવરહેડ વાયર તૂટી પડતાં દહાણુ સુધી દોડતી લોકલ અને મેલ એક્સપ્રેસ ટ્રેનો અટકી ગઈ હતી. જોકે એ ફૉલ્ટને સુધારી લેવા વેસ્ટર્ન રેલવેએ તરત મેઇન્ટેનન્સ કરવા વપરાતી ટાવર વૅગન મોકલીને સમારકામ હાથ ધર્યું હતું. આ સમસ્યાને કારણે બન્ને તરફની ટ્રેનો કલાકો સુધી અટવાઈ ગઈ હતી. સાંજના પીક અવર્સમાં સર્જાયેલી આ સમસ્યાને લીધે ટ્રેનોની લાઇન લાગી ગઈ હતી અને અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. ઓવરહેડ વાયર ફરી રીસ્ટોર કરવા યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું હતું. જોકે કયા કારણસર વાયર તૂટ્યો એ જાણી શકાયું નહોતું.


