Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai:કરણી સેનાના નેતા સુરજીત સિંહ રાઠોડની ધરપકડ, મોડલે લગાવ્યો ગંભીર આરોપ

Mumbai:કરણી સેનાના નેતા સુરજીત સિંહ રાઠોડની ધરપકડ, મોડલે લગાવ્યો ગંભીર આરોપ

21 January, 2023 06:36 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક મોડલની છેડતી અને હેરાન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. મોડેલે સુરજીત સિંહ રાઠોડ વિરુદ્ધ મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કરણી સેનાના નેતા સુરજીત સિંહ રાઠોડ (Surjit singh Rathod)ની મુંબઈ પોલીસ(Mumbai Police)એ ધરપકડ કરી છે. એક મોડલની છેડતી અને હેરાન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. મોડેલે સુરજીત સિંહ રાઠોડ વિરુદ્ધ મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી અને તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સુરજિત વિરુદ્ધ IPC કલમ 354 (A) (D), 500,509,501,67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. સુરજીત સિંહ રાઠોડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

સુરજીતે દાવો કર્યો હતો કે 15 જૂન, 2020ના રોજ તે રિયા ચક્રવર્તીને કૂપર હોસ્પિટલના શબઘરમાં લઈ ગયો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ સુશાંતના મૃતદેહને રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત તેના રૂમમાં લટકતો જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચા ચાલી રહી હતી કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા છે કે હત્યા છે, ત્યારે સુરજીત સિંહે ઘણા મીડિયા આઉટલેટ્સને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે રિયાએ હોસ્પિટલના શબઘરમાં સુશાંત સિંહ રાજપૂતની છાતી પર હાથ મૂકીને સોરી બાબુ કહ્યું હતું અને રડવા લાગી હતી.



આ પણ વાંચો: સુશાંત સિંહના બર્થડે પર બહેન થઈ ભાવુક, કહ્યું- તે ઘણાં સુશાંતને જન્મ આપ્યો છે


અખિલ ભારતીય રાજપૂત કરણી સેનાના સભ્ય સુરજીત સિંહ રાઠોડે જણાવ્યું હતું કે સુશાંતના પિતરાઈ ભાઈ અને ધારાસભ્ય નીરજ સિંહ બબલુ તેમની નજીક છે. તેણે સુશાંત સિંહના મિત્ર અને નિર્માતા સંદીપ સિંહ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. સુરજીતે કહ્યું હતું કે, `સંદીપ સિંહ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે. મેં તેને કહ્યું કે નીરજને આવવા દો.આના પર તેણે મને પૂછ્યું કે નહીં. હું સુશાંતનો મિત્ર છું. મારી સાથે ગેરવર્તણુક રીતે વાત કરી. તે એમ્બ્યુલન્સમાં સુશાંતના મૃતદેહને લઈને હોસ્પિટલ ગયો હતો અને દરેકને દિશા-નિર્દેશ આપી રહ્યો હતો. તેની પૂછપરછ થવી જોઈએ.આ કેસમાં મુંબઈ પોલીસ અને સીબીઆઈ દ્વારા સંદીપ સિંહની પણ પૂછપરછ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK