અરુંધતી રેડ્ડી ગયા મહિને ઑસ્ટ્રેલિયા સામે ભારતે ૩ મૅચની T20 સિરીઝમાં ૨-૧ના માર્જિનથી મેળવેલી જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે ૭.૨૫ની ઇકૉનૉમીથી રન આપીને ૮ વિકેટ લીધી હતી.
અરુંધતી રેડ્ડી
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે ફેબ્રુઆરી મહિના માટે મેન્સ અને વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ માટે નૉમિનીઓનાં નામ જાહેર કર્યાં હતાં. મેન્સ કૅટેગરીમાં પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન, ઇંગ્લૅન્ડના વિલ જૅક્સ અને અમેરિકાના શેડલી વૅન શાલ્કવિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય પ્લેયર્સે મેન્સ T20 વર્લ્ડ કપમાં અનુક્રમે બૅટર, ઑલરાઉન્ડર અને બોલર તરીકે ટૉપ-ક્લાસ પ્રદર્શન કર્યું હતું. વિમેન્સ કૅટેગરીમાં ભારતની ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડી, પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના અને શ્રીલંકાની બૅટર હર્ષિતા સમરવિક્રમા પ્લેયર ઑફ ધ મન્થ બનવાની રેસમાં છે. અરુંધતી રેડ્ડી ગયા મહિને ઑસ્ટ્રેલિયા સામે ભારતે ૩ મૅચની T20 સિરીઝમાં ૨-૧ના માર્જિનથી મેળવેલી જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે ૭.૨૫ની ઇકૉનૉમીથી રન આપીને ૮ વિકેટ લીધી હતી.
