એલિવેટેડ ફ્લાયઓવર અને રોટરી જંક્શન વચ્ચે ૧.૨૬ કિલોમીટર લાંબા ફ્લાયઓવરમાં અત્યારે ૩૧ પિલર સાથે ૭૫ ટકા કામ પૂરું થયું છે
GMLR પ્રોજેક્ટ ૪ તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બુધવારે ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) પ્રોજેક્ટના ભાગરૂપે દિંડોશી કોર્ટ અને દાદાસાહેબ ફાળકે ફિલ્મસિટી વચ્ચેના ફ્લાયઓવરના બાંધકામમાં વિલંબ માટે જવાબદાર કૉન્ટ્રૅક્ટરને પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્દેશ આપ્યો છે. ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કર્યું હતું અને કૉન્ટ્રૅક્ટરને ૩૧ મે સુધીમાં એટલે કે ચોમાસા પહેલાં ટ્રાફિક માટે ફ્લાયઓવર ખુલ્લો મૂકવા માટે કામ ઝડપી બનાવવા સૂચના આપી હતી. GMLR પ્રોજેક્ટ ૪ તબક્કામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. એલિવેટેડ ફ્લાયઓવર અને રોટરી જંક્શન વચ્ચે ૧.૨૬ કિલોમીટર લાંબા ફ્લાયઓવરમાં અત્યારે ૩૧ પિલર સાથે ૭૫ ટકા કામ પૂરું થયું છે.
ગોરેગામ-મુલુંડ ફ્લાયઓવર, ટ્વિન ટનલ સમયસર તૈયાર થાય એ માટે BMCએ સંસાધનોમાં વધારો કર્યો છે. અન્ડરગ્રાઉન્ડ કામ માટે બે અત્યાધુનિક ટનલ બોરિંગ મશીનો મૂકવામાં આવશે. પહેલું મશીન શાફ્ટમાં નીચે ઉતારવા માટેની તૈયારી ૧૦ માર્ચ સુધીમાં શરૂ થવાની સંભાવના છે.
