Mumbai Fire: મુંબઇ ફાયર બ્રિગેડ (એમએફબી)ને વહેલી સવારે એટલે કે 12:35 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી
પ્રતીકાત્મક તસવીર
અંધેરીમાંથી આગ લાગવાની એક ભયાવહ ઘટના (Mumbai Fire) સામે આવી છે. આ ઘટના વિષે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે મુંબઈના અંધેરી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. અને આ સાથે જ આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હોવાના પણ અહેવાલ આપ્યા છે.
અંધેરી પૂર્વમાં વહેલી સવારે આગ લાગી
ADVERTISEMENT
બીએમસીના જણાવ્યા અનુસાર આજે રવિવારે વહેલી સવારે અંધેરી પૂર્વમાં તક્ષશિલા ગુરુદ્વારા નજીક શેર-એ-પંજાબ નામની સોસાયટીમાં આગ ફાટી (Mumbai Fire) નીકળી હતી. મુંબઇ ફાયર બ્રિગેડ (એમએફબી)ને વહેલી સવારે એટલે કે 12:35 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ તરત જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
ગૅસ પાઇપલાઇનને કારણે વસૂકી આગ- બે વાહનો ખાક
આ અગ્નિ ઘટના વિષે વિસ્તારથી વાત કરવામાં આવે તો અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આગ મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ)ની પાઇપ્ડ નેચરલ ગૅસ (પીએનજી) સપ્લાય પાઇપલાઇનમાંથી લાગી હોવાને કારણે વધુ વસુકી હતી. આ ગૅસ પાઈપલાઇન રસ્તાની વચ્ચેથી પસાર થાય છે. જેને કારણે આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા તેને નિયંત્રણમાં લાવવામાં આવે તે પહેલાં બે ચાલતા વાહનો-એક દ્વિચક્રી વાહન અને એક ઓટોરિક્ષા બળીને ખાખ થઈ ગયા હતા.
આમ, અગ્નિશામકો 1:34 વાગ્યે આગ પર કાબૂ (Mumbai Fire) મેળવવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા અને તેમને સારવાર માટે બાલાસાહેબ ઠાકરે ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે, ઇજાગ્રસ્ત લોકોમાં અરવિંદકુમાર કૈથલ (21) જે 30-40 ટકા દાઝી ગયા છે. આ સાથે જ અમન હરિશંકર સરોજ (22) અને ટુ-વ્હીલર પર સવાર વ્યક્તિ 40-50 ટકા દાઝી ગયા છે. અને ઓટોરિક્ષા ડ્રાઈવર સુરેશ કૈલાસ ગુપ્તા (52) જેને કમરથી નીચેના ભાગમાં ઇજા થઈ છે.
ત્રણેય વ્યક્તિઓને ડૉ. લલિતની દેખરેખ હેઠળ હોસ્પિટલના મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (MICU) માં દાખલ કરવામાં આવ્યા હતા.સત્તાવાળાઓ ગેસ લીક થવાના કારણની તપાસ કરી રહ્યા છે જેના કારણે આગ લાગી હતી.
આ સાથે જ તમને જણાવી દઈએ કે ઉપનગરીય મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ (Mumbai Fire) લાગવાથી 4 મહિનાનું બાળક ઘાયલ થયું હતું, એમ નાગરિક અધિકારીઓએ 3જી ફેબ્રુઆરીએ જણાવ્યું હતું. મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં ચાર માળની ઈમારતના ત્રીજા માળે આગ લાગી હતી, એમ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ 3 ફેબ્રુઆરીએ અહેવાલ આપ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અનુસાર આગ ખિરા નગર, S.V ખાતે સ્થિત કુમકુમ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી હતી. રોડ, સાંતાક્રુઝ (પશ્ચિમ) 3 ફેબ્રુઆરીની સવારે આગ લાગી હતી.

