એકવાર પીડતાએ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી અને છેતરપિંડી કરનારે મહિલાને સફાઈ સર્વિસ બુકિંગ ઍક્ટિવ કરવા માટે બે ચુકવણીઓ, 600 રૂપિયા અને 9 રૂપિયા કરવા કહ્યું. મહિલાએ સૂચનાઓનું પાલન કર્યું અને UPI દ્વારા 9 રૂપિયાની ચુકવણી પૂર્ણ કરી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સરકાર અને પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ અંગે અનેક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરતોથી નાગરિકોમાં જાગરૂકતા આવી છે, જોકે આ સાઇબર ઠગો પણ લોકો સાથે છેતરપિંડી કરવાની નવી નવી તકનીકો શોધી રહ્યા છે. તાજેતરમાં છેતરપિંડીનો નવો પ્રકાર સામે આવ્યો છે, જેમાં સાફસફાઈને ઑનલાઇન સેવા બૂક કરાવતા મહિલાએ લગભગ લાખ રૂપિયા ગુમાવ્યા છે.
મુંબઈના અંધેરી પશ્ચિમની એક મહિલાએ ઑફિસ સફાઈ સર્વિસ બુક કરાવવાના બહાને ખોટી મોબાઈલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી અને પછી 99,000 રૂપિયા ગુમાવ્યા. વ્યવસાયે ડાયાબિટીસ શિક્ષક પીડિતા, સફાઈ સેવાઓ માટે ઑનલાઇન સર્ચ કરી રહી હતી ત્યારે તે `અર્બન ક્લબ` નામના પ્લેટફોર્મ પર પહોંચી, જે લોકપ્રિય સેવા ઍપ્લિકેશન `અર્બનક્લૅપ` (હવે અર્બન કંપની) ની નકલ હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
UPI વડે માત્ર નવ ચુકવ્યા અને થયું ભારે નુકસાન
આ મહિલાએ શોધના થોડા સમય પછી, તેને પ્લેટફોર્મના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા એક વ્યક્તિનો ફોન આવ્યો. આ વ્યક્તિએ મહિલાને સર્વિસ બુક કરવા માટે જરૂરી એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સમજાવી. એકવાર પીડતાએ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી અને છેતરપિંડી કરનારે મહિલાને સફાઈ સર્વિસ બુકિંગ ઍક્ટિવ કરવા માટે બે ચુકવણીઓ, 600 રૂપિયા અને 9 રૂપિયા કરવા કહ્યું. મહિલાએ સૂચનાઓનું પાલન કર્યું અને UPI દ્વારા 9 રૂપિયાની ચુકવણી પૂર્ણ કરી.
જોકે, આ નાના ટ્રાન્ઝૅક્શન પછી છેતરપિંડી કરનારાઓ દૂરસ્થ રીતે તેના ફોન અને બૅન્કિંગ વિગતોને ઍક્સેસ કરી લીધી. બીજા દિવસે, જ્યારે મહિલા કોઈ અસંબંધિત મુદ્દા માટે બૅન્કમાં ગઈ હતી, ત્યારે તે જાણીને ચોંકી ગઈ કે તેના ખાતામાંથી તેની જાણ વગર 99,000 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, તેણે તાત્કાલિક ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને માહિતી ટૅકનૉલોજી અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ અજાણ્યા આરોપી સામે કેસ નોંધ્યો છે. હાલમાં આ કૌભાંડ પાછળના ગુનેગારોને શોધવા માટે તપાસ ચાલી રહી છે.
છેતરપિંડીમાં વપરાયેલ રિમોટ ઍક્સેસ સૉફ્ટવેર
અધિકારીઓ માને છે કે મહિલાએ જે ઍપ ડાઉનલોડ કરી હતી તેમાં રિમોટ ઍક્સેસ સૉફ્ટવેર હોવાની શક્યતા છે, જેનાથી છેતરપિંડી કરનારાઓ તેની ફોનની પ્રવૃત્તિને ક્લોન કરી શકે છે અને OTP અને બૅન્કિંગ પાસવર્ડ જેવા સંવેદનશીલ ડેટા એકત્રિત કરી શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઑનલાઇન કૌભાંડોમાં વધુને વધુ થઈ રહ્યો છે, જ્યાં પીડિતોને નકલી સેવા પ્રદાતાઓ અથવા આકર્ષક ઑફરો દ્વારા લલચાવવામાં આવે છે અને પછી તેમને ખોટ ઍપ્સ ઇન્સ્ટોલ કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

