Mumbai Crime News: જ્યારે ફરિયાદીએ શિક્ષકને આ અંગે જવાબ માગ્યો ત્યારે આરોપી શિક્ષકે કથિત રીતે તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની
મુંબઈના ગોરેગામમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ચોંકાવનારી ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને હવે પોલીસમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં ગોરેગાંવમાં (Mumbai Crime News) એક ખાનગી શિક્ષક પર કથિત રીતે વિજ્ઞાનના પ્રશ્નોના ખોટા જવાબો આપવાના કારણે ગુસ્સે થતાં 10માં ધોરણના વિદ્યાર્થીને લાકડી વડે માર મારવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. ગોરેગાંવ પોલીસે ફરિયાદના પગલે BNSની કલમ 118(1) અને જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન) એક્ટ, 2015ની કલમ 23 હેઠળ કેસ નોંધ્યો છે.
ફરિયાદી, ફળ વિક્રેતાએ આ ઘટના બાબતે માહિતી આપી હતી કે તેનો દીકરો ગોરેગાંવના મોતીલાલ નગરમાં (Mumbai Crime News)એક સ્થળે ખાનગી ટ્યુશનમાં જાય છે. બે દિવસ પહેલા નિયમિત સત્ર દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદીના ભત્રીજાએ તેમને જાણ કરી હતી કે તેમનો દીકરો અભ્યાસ ન કરવા બદલ શિક્ષક દ્વારા માર મારવાથી રડી રહ્યો હતો. સમાચાર મળતાં, ફરિયાદી ટ્યુશન સેન્ટર પર દોડી ગયો અને તેના દીકરાના આંખોમાં આંસુ જોયા. જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે છોકરાએ ખુલાસો કર્યો કે શિક્ષકે તેને લાકડી વડે માર્યો હતો કારણ કે તે વિજ્ઞાનના અમુક પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો. માર મારવાથી છોકરાના હાથ અને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ADVERTISEMENT
જ્યારે ફરિયાદીએ શિક્ષકને આ અંગે જવાબ માગ્યો ત્યારે આરોપી શિક્ષકે કથિત રીતે તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનનો (Mumbai Crime News)સંપર્ક કર્યો, જ્યાં ટ્યુટર વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો અને હવે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
આ સાથે બીજી એક ઘટનામાં જુહૂ પોલીસે (Mumbai Crime News)મંગળવારે, 24 સપ્ટેમ્બરના રોજ વિલેપાર્લે (પશ્ચિમ)માં બે કિશોર ભાઈઓને નગ્ન કરી તેમની ધોલાઈ કરવાના આરોપમાં ત્રણ લોકોને અટકમાં લીધા છે. 14 અને 17 વર્ષની ઉંમરના બે સગીરને આરોપીઓએ સોમવારે, 23 સપ્ટેમ્બરની રાતે ચોર સમજી લીધા હતા. પોલીસ રિપૉર્ટ પ્રમાણે, આ ઘટના 23 સપ્ટેમ્બરની રાતે મુંબઈના વિલેપાર્લેમાં નહેરૂ નગરમાં બની હતી. છોકરા મોડી રાતે નજીકના એક મેડિકલ સ્ટોર પર ગયા હતા. ત્યાં તેમને મુખ્ય આરોપી સૂરજ પટવા, 22 વર્ષીય સહિત પાંચ અન્ય લોકોએ પકડી પાડ્યા હતા. છોકરાઓેને ત્યાં સુધી મારવામાં આવ્યા જ્યાં સુધી તેમના શરીર પર ઈજાના નિશાન ન આવી ગયા. ત્યાર બાદ આરોપીઓએ તેમને નગ્ન કરીને બાંધી દીધા અને આખા વિસ્તારમાં ફેરવ્યા. હુમલાખોરોએ તેમના વાળ પણ કાપી નાખ્યા. ઘટનાનો એક વીડિયો પણ બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ મામલે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.