Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime News: જયપુરથી મુંબઈ આવતી ફ્લાઇટમાં શખ્સે સળગાવી બીડી ને પછી...

Mumbai Crime News: જયપુરથી મુંબઈ આવતી ફ્લાઇટમાં શખ્સે સળગાવી બીડી ને પછી...

27 May, 2024 12:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime News: શખ્સ પ્લેનના પાછળના ભાગમાં આવેલા શૌચાલયમાં ગયો હતો અને તેણે ધુમ્રપાન કરવાનું શરૂ કર્યું હતું.

સ્મોકીંગ માટે વપરાયેલી પ્રતીકાત્મક તસવીર

સ્મોકીંગ માટે વપરાયેલી પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. કેબિન ક્રૂ દ્વારા યાત્રીઓને ધુમ્રપાન ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી
  2. શકસ ફલાઇટમાંથી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો ત્યારે ક્રૂએ તેની ધરપકડ કરાવી
  3. આ શખ્સ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે

શનિવારે જયપુરથી મુંબઈ જતી એર ઇન્ડિયા ફ્લાઇટના લાવેટરીમાં એક શખ્સની ધરપકડ (Mumbai Crime News) કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ શખ્સ ધુમ્રપાન કરી રહ્યો હતો. અર્જુન થલોરે નામનો શખ્સ ફ્લાઇટની લાવેટરીમાં બીડી ફૂંકી રહ્યો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. 


ધુમાડો દેખાતા ક્રૂએ દાખવી સતર્કતા, થઈ ધરપકડ



તમને જણાવી દઈએ કે જ્યારે ફ્લાઇટ ક્રૂને લાવેટરીની અંદર ધુમાડો જોયો ત્યારે તેને શક થઈ ગયો હતો, ત્યારબાદ તેણે સતર્કતા દાખવીને આ શખ્સની ધરપકડ કરવામાં મદદ કરી હતી. આ શખ્સ મુંબઈ એરપોર્ટ પર ઊતરે ત્યારે તેમને એરપોર્ટ સુરક્ષા અધિકારીઓને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સહાર પોલીસ દ્વારા આ શખ્સની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.


સેન્સર કાર્યાન્વિત થયું હતું

25 મેના રોજ બનેલી આ ઘટના (Mumbai Crime News)માં આ શખ્સ એર ઇન્ડિયા ફ્લાઇટ AI 15.670માં મુસાફરી કરી રહ્યો હતો. આ ફ્લાઇટે જયપુરથી ઉડાન ભરી હતી. યાત્રા દરમિયાન આ શખ્સ સીટ 7F પર બેઠેલો હતો. થોડીવાર બાદ તે પ્લેનના પાછળના ભાગમાં આવેલા શૌચાલયમાં ગયો હતો અને તેણે ધુમ્રપાન કરવાનું શરૂ કર્યું હતું જેને કારણે સેન્સર કાર્યાન્વિત થયું હતું,


એર ઇન્ડિયાના સહાયક સુરક્ષા અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ જયપુરથી સાંજે સાડા છ વાગ્યે ઊડેલી ફ્લાઇટના લાવેટરી ઝોનમાં એક શખ્સ ધુમ્રપાન કરતો જોવા મળ્યો હતો. જોકે, કેબિન ક્રૂ દ્વારા યાત્રીઓને ધુમ્રપાન ન કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી. તો પણ, આ શખ્સે ફ્લાઇટ મધ્યવર્તી સમયમાં લાવેટરીમાં પ્રવેશ કર્યો હતો અને ધુમ્રપાન (Mumbai Crime News) કર્યું હતું.

આ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે!

જ્યારે આ શકસ ફલાઇટમાંથી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હતો ત્યારે ક્રૂએ થાલોરને એર ઈન્ડિયા સુરક્ષા વિભાગને સોંપી દીધો હતો. આ સાથે જ સુરક્ષા સ્ટાફ તેને સહાર પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. જ્યાં તેના પર ભારતીય દંડ સંહિતા કલમ 336 (જીવનને જોખમમાં મૂકવાની કૃત્ય) તેમજ વિમાન અધિનિયમની કલમ 25 (વિમાનમાં ધુમ્રપાન કરવું) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

માનસિક સંતુલન ગુમાવેલ એક શખ્સે ચાલુ ફ્લાઇટનો દરવાજો ખોલવાનો કર્યો પ્રયાસ

Mumbai Crime News: આ સાથે જ એક બીજી ઘટનામાં હૈદરાબાદ જતી ફ્લાઇટમાં ચાલુ ફ્લાઇટે વિમાનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરનાર એક અસામાન્ય યાત્રીની ધરપકડ કરવામાં હતી. આ શખ્સે ચાલુ ફ્લાઇટના દરવાજા ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે આ શખ્સ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાથી પીડિટી હતો. આ નશામાં ધૂત યાત્રીની ઇન્ડોર-હૈદરાબાદ ફ્લાઇટના ક્રૂ અને પેસેન્જરોએ રોકી અટકાયત કરી લેવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2024 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK