Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 78 વર્ષના વિધુરની શ્વાન સાથે દુષ્કર્મ કરવાના આરોપસર ધરપકડ

78 વર્ષના વિધુરની શ્વાન સાથે દુષ્કર્મ કરવાના આરોપસર ધરપકડ

16 May, 2021 09:18 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

નાલાસોપારામાં રહેતા અનંત પાટીલ દોઢ વર્ષ પહેલાં પત્નીને ગુમાવ્યા બાદ પરિસરમાં ફરીને પોતાની રીતે જીવતા હતા

નાલાસોપારામાં ભટકતા કૂતરાનું જાતીય શોષણ કરનાર ૭૮ વર્ષના અનંત પાટીલ.

નાલાસોપારામાં ભટકતા કૂતરાનું જાતીય શોષણ કરનાર ૭૮ વર્ષના અનંત પાટીલ.


નાલાસોપારા (ઈસ્ટ)માં આચોલે રોડ પર રહેતા ૭૮ વર્ષના અનંત પાટીલ વૃદ્ધ હોવા છતાં રસ્તા પર ભટકતા શ્વાન સાથે ચોંકી જવાય એવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. અનંત પાટીલ રસ્તા પર ભટકતા શ્વાનને સૂમસામ જગ્યાએ જઈને એનું જાતીય શોષણ કરતા હોવાની પુરાવા સાથે ફરિયાદ કરાઈ હોવાથી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઍનિમલ ઍક્ટિવિસ્ટ દ્વારા ૧૪ મેએ બપોરે આ કૃત્યનો વિડિયો લઈને તુલિંજ પોલીસને જાણ કરાઈ હતી. 

નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘નાલાસોપારા (ઈસ્ટ)ની વસંતનગરીમાં આવેલા એક જૂના બાંધકામના પાછળના ભાગમાં આરોપી ભટકતા શ્વાન સાથે આ સેક્યુઅલ ઍક્ટ કરી રહ્યો હતો. એક સામાજિક સંસ્થા ચલાવતા સલીમ ચારણિયા દ્વારા અમને આ વિશે જાણ કરાઈ હતી અને તેમણે ફરિયાદ પણ કરી હતી. પુરાવો ધરાવતી વિડિયો ક્લિપ જોયા બાદ અમે કલમ ૩૭૭ (અકુદરતી સેક્સ) સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે હાલમાં તેની ધરપકડ કરી નથી, કારણ કે તેને સેક્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, ડાયાબિટીઝ અને અન્ય બીમારીઓ હોવાથી અમે તેમની પહેલાં કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરીશું. બીમારીને લીધે તેમની ધરપકડ કરીશું તો એ જોખમી ગણાશે. તેમના પુત્રના કહેવા પ્રમાણે અનંત પાટીલે ૧૮ મહિના પહેલાં પત્નીને ગુમાવી છે અને તેઓ પરિસરમાં ફરીને પોતાની રીતે જીવી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2021 09:18 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK