મુંબઈ(Mumbai)ની એક સેશન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમો અનુસાર સેક્સ વર્ક (Sex Work is not offence)માં સામેલ થવું એ ગુનો નથી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ની એક સેશન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નિયમો અનુસાર સેક્સ વર્ક (Sex Work is not offence)માં સામેલ થવું એ ગુનો નથી. પરંતુ સાર્વજનિક સ્થળે આવું કરવું, જેનાથી બીજાને તકલીફ થાય, તો તેને ગુનો કહી શકાય. સેશન્સ કોર્ટે 34 વર્ષીય મહિલા સેક્સ વર્કરને શેલ્ટર હોમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં મુલુંડ(Mulund)માં દરોડા બાદ 34 વર્ષીય મહિલા સેક્સ વર્કરને કસ્ટડીમાં લેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટની કોર્ટે તેણીને સંભાળ, રક્ષણ અને આશ્રય માટે એક વર્ષ માટે આશ્રય ગૃહમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી મહિલાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
ADVERTISEMENT
જસ્ટીસ સીવી પાટિલે મહિલાની દલીલ પર વિચાર કર્યો કે તેને બં સંતાનો છે અને તેની દેખભાળ કરવાની જરૂર છે. અદાલતે કહ્યું કે આ ઉપરતાં પીડિતા સગીરા નથી, માટે તે પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. અનુચ્છેદ 19 હેઠળ ભારતના કોઈ પણ ભાગમાં વસવાટ અને દેશમાં સ્વતંત્ર રીતે ફરવાનો તમામ નાગરિકને અધિકાર છે.
આ પણ વાંચો: Mumbai: 23મેના સવારે 11 વાગ્યા બાદ BMC મુખ્ય કાર્યાલયમાં નો એન્ટ્રી! જાણો કારણ
સેક્સ વર્કરને દેહ વેપાર માટે મજબુર નહોતી કરવામાં આવી એ બાબતને ધ્યાને રાખી અદાલતે કહ્યું કે મેજિસ્ટ્રેટનો આદેશ મહિલા વિરુદ્ધ છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે મેજિસ્ટ્રેટે સામાજિક કાર્યકર્તાઓની એક પેનલ અથવા તેમની મદદ માટે સન્માનિત વ્યક્તિઓનો અભિપ્રાય લેવો જોઈતો હતો. પરંતુ મેજિસ્ટ્રેટે આદેશ પારિત કરતા પહેલા મહિલાની વ્યક્તિગત પૂછરપરછ કરી હતી.
`ટાઈમ્સ ઓફ ઈન્ડિયા`ના અહેવાલ મુજબ, મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને બાજુ પર રાખીને, એક સેશન્સ કોર્ટે કહ્યું કે ભારતના કોઈપણ ભાગમાં મુક્તપણે ફરવાનો અને રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર બંધારણની કલમ 19 હેઠળ મૂળભૂત અધિકાર છે.

