Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Rains: મુંબઈ મેટ્રોમાં ટીપ ટીપ બરસા પાની તો જાણો ક્યાં બીજલી ગિરી, વીડિયો જુઓ

Mumbai Rains: મુંબઈ મેટ્રોમાં ટીપ ટીપ બરસા પાની તો જાણો ક્યાં બીજલી ગિરી, વીડિયો જુઓ

Published : 24 September, 2024 01:07 PM | Modified : 24 September, 2024 01:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવામાન વિભાગે આમ તો આ અઠવાડિયા દરમિયાન મુંબઈમાં વાવાઝોડા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે પણ નાગરિકોને વરસાદનો લાહવો મેટ્રોમાં બેઠા બેઠા મળી જશે એવી કોઈ આગાહી નહોતી કરાઇ

મુંબઈ મેટ્રોમાં પાણીની ધાર થઇ અને મુસાફરો ચોંક્યા, વીજળી એવી કડકી કે લોકો જાગી ગયા - તસીવરો ટ્વિટર

મુંબઈ મેટ્રોમાં પાણીની ધાર થઇ અને મુસાફરો ચોંક્યા, વીજળી એવી કડકી કે લોકો જાગી ગયા - તસીવરો ટ્વિટર


કી હાઇલાઇટ્સ

  1. મુંબઈમાં લાઇફ ઇન અ મેટ્રો નહીં પણ રેઇન ઇન મેટ્રો સ્થિતિ સર્જાઈ
  2. વીજળીના કાડાકાથી લોકો ચોંકી ગયા, શૅર કરી તસવીરો
  3. યેલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા આ વિસ્તારોમાં

મુંબઈ એક એવું શહેર છે જ્યાં કંઇપણ થઇ શકે છે. મંગળવારે મુંબઈ મેટ્રોના એક ડબ્બામાં વરસાદ પડ્યો હોવાનો દાવો મુસાફરોએ કર્યો હતો. આ મજાક નાગરિકો સાથે છે કારણકે મેટ્રો જેવી એ - ક્લાસ સર્વિસમાં પણ ડબ્બાની છત પરથી પાણી લીકેજ થયું હતું. હવામાન વિભાગે આમ તો આ અઠવાડિયા દરમિયાન મુંબઈમાં વાવાઝોડા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે પણ નાગરિકોને વરસાદનો લાહવો મેટ્રોમાં બેઠા બેઠા મળી જશે એવી કોઈ આગાહી નહોતી કરાઇ.





મેટ્રો ટ્રેનના ડબ્બામાં ટપકતા પાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રવાસીઓ વિડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે નેટીઝન્સને જલસા પડી ગયા છે. વીડિયો શેર કરનાર એક પ્રવાસીએ કહ્યું, `યે તો સિલેબસ મેં નહીં થા` - આ તો મારા અભ્યાસ ક્રમનો હિસ્સો નહોતો. એક નેટિઝને હવામાન વિભાગને સંબોધીને કહ્યું છે મુંબઈમાં વરસાદની આગાહીમાં મેટ્રોની મુસાફરીનો પણ સમાવેશ થવો જોઈએ, જ્યારે બીજાએ આ અગવડને `સ્પિરિટ ઑફ મુંબઈ`માં ગણાવી દીધી હતી.


જ્યારે નિખિલ મિશ્રા નામના બીજા યુઝરે કહ્યું, "શુક્ર હૈ ઇસ બાર દિલ્હી મેટ્રો નહીં તે" (ભગવાનનો આભાર કે આ વખતે કંઇ દિલ્હી મેટ્રોમાં નથી થયું). મેટ્રોમાં તો વરસાદ એટલે કે લીકેજનું જ્યારે જે થવાનું હશે એ થશે પણ વરસાદના એંધાણ શહેરમાં વર્તાઇ રહ્યા છે. થાણા સહિતના ઉપનગરોમાં વરસાદ પડ્યો હતો અને ગાજવિજ સાથેનો વરસાદ હોવાનું લોકોએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું. 

સોશ્યલ મીડિયા પર મુંબઈના વાવાઝોડા અને વીજળીના કડકડાટ ડરાવી દે તેવા હોવાનો દાવો કરતી પોસ્ટ લોકોએ મુકી હતી.શહેરમાં મંગળવારે સાંજે ઉપનગરોમાં વાવાઝોડાં અને ભારે વરસાદનો અનુભવ થયો હતો. ગઈકાલે ઉપનગરોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો.

મુંબઈમાં આજે સવારે વાદળછાયું આકાશ અને મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો.

લોકોએ વીજળી ચમકી હોવાના ચોંકાવનારા ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિવસના અંતમાં પણ ભારે વરસાદની અપેક્ષા સાથે વાદળછાયું વાતાવરણ ચાલુ રહેવાની આગાહી કરી છે. રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં ઓરેંજ એલર્ટની જાહેર કરાયો છે અને લોકોને કહેવાયું છે કે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું, આ હિસ્સાઓમાં ગઇકાલે પણ વરસાદ હતો અને આજે પણ વરસાદ પડશે તેવી આગાહી છે. પાલઘર અને થાણેમાં યેલો એલર્ટ છે અને વીજળી પડે તેવીવકી છે એમ કહેવાયું છે. મુંબઈમાં આજે અને કાલે ભારે વરસાદ પડશે એમ કહેવાયું છે. વિદર્ભ અને મરાઠવાડામાં પણ યેલો એલર્ટ જાહેર કરાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK