૧૪ જૂન સુધીમાં આટોપી લેવાય એવી શક્યતા છે. ત્યાર બાદ ઉદ્ઘાટન કરીને ટૂંક સમયમાં એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
તસવીર : શાદાબ ખાન
સેન્ટ્રલ રેલવેમાં મસ્જિદ બંદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે આવેલો અને ક્રાફર્ડ માર્કેટને પી. ડીમેલો રોડ સાથે જોડતો કર્ણાક બ્રિજ ૨૦૨૨માં તોડી પાડવામાં આવ્યો હતો અને એ પછી રેલવેએ આપેલા સ્પેસિફિકેશન મુજબ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોકેશને ફરી બાંધ્યો છે. બ્રિજના બાંધકામને લગતું બધું જ કામ થઈ ગયું છે. હાલ એના પર માર્કિંગના પટ્ટાનું પેઇન્ટિંગ, સ્ટ્રીટલાઇટ, સાઇન બોર્ડ વગેરે મૂકવાનું કામ ચાલી રહ્યું છે જે ૧૪ જૂન સુધીમાં આટોપી લેવાય એવી શક્યતા છે. ત્યાર બાદ ઉદ્ઘાટન કરીને ટૂંક સમયમાં એ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.


