Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCના સફાઈ-કર્મચારીની કાબિલેદાદ ઈમાનદારી

BMCના સફાઈ-કર્મચારીની કાબિલેદાદ ઈમાનદારી

14 May, 2024 08:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોપાટી પાસે સફાઈ કરતી વખતે મળી આવેલાં બિસ્કિટ અને લગડી પોલીસને સોંપ્યાં

સફાઈ-કર્મચારી સુનીલ કુંભાર

સફાઈ-કર્મચારી સુનીલ કુંભાર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સફાઈ-કર્મચારીઓ રસ્તાને સ્વચ્છ જ નથી કરતા, અનેક વખત ઈમાનદારીનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. ચોપાટી પાસે આવેલા વિસ્તારમાં સફાઈ કરતી વખતે સફાઈ-કર્મચારી સુનીલ કુંભારને રસ્તા પરથી સોનાનું ૧૦ તોલાનું બિસ્કિટ અને પાંચ તોલાની લગડી મળી આવ્યાં હતાં. પોતાની પાસે આ વસ્તુઓ રાખવાને બદલે તેણે તેના વરિષ્ઠ અ​ધિકારીઓને આ વાતની જાણ કરી હતી. તેમણે ત્યાર બાદ પોલીસનો સંપર્ક કરીને લગભગ ૧૫ તોલાની આસપાસની ૧૧ લાખ રૂપિયાની આ વસ્તુઓ ડી. બી. રોડ પોલીસને સોંપી દીધી હતી.
સુનીલના વરિષ્ઠ મુકાદમ કિશોર ​જિ​તિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુનીલને આ વસ્તુઓ મળ્યા બાદ તે મારી પાસે આવ્યો હતો અને અમે ત્યાં જઈને તપાસ કરી કે કોઈનું પડી તો નથી ગયુંને? બધે તપાસ કરવા છતાં એ કોઈનું ન હોવાનું જણાઈ આ‍વ્યું હતું. એક દિવસ અમે આ વસ્તુઓ અમારી પાસે રાખી હતી. અમને લાગ્યું કે જેની એ વસ્તુ હશે તે આવીને લઈ જશે. અમે આસપાસ બધાને કહી રાખ્યું હતું કે કોઈ તપાસ કરવા આવે તો અમારો સંપર્ક કરવા કહેજો. જોકે કોઈ ન આવતાં અમે બિસ્કિટ અને લગડી પોલીસને આપવાનો નિર્ણય લીધો હતો. ગઈ કાલે ડી. બી. રોડ પોલીસ-સ્ટેશનમાં કૉન્સ્ટેબલ દીપક દાવરેને આ બિસ્કિટ અને લગડી સોંપવામાં આવ્યાં હતાં. પોલીસ પણ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને અન્ય રીતે તપાસ કરી રહી છે. અમને અમારા સફાઈ-વિભાગના કર્મચારી પર ગર્વ છે કે ઈમાનદારી બતાવીને તેણે ૧૧ લાખ રૂપિયાની આસપાસની વસ્તુઓ પોલીસને સોંપી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK