શ્રાદ્ધપક્ષ દરમ્યાન પાંચમી ઑક્ટોબરે આ ઐતિહાસિક તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં પાણીની ગુણવત્તા અને જળચર જીવોના અસ્તિત્વ વિશે ચિંતા ઊભી થઈ હતી
તસવીર : આશિષ રાજે
આજે શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસ સર્વપિતૃ અમાસ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કર્મચારીઓએ ગઈ કાલે મુંબઈના વાલકેશ્વરસ્થિત બારમી સદીના બાણગંગા તળાવ ખાતે બૅરિકેડ્સ, ડ્રમ્સ અને વૉટર-પમ્પ લગાવ્યાં હતાં. જળપ્રદૂષણ અટકાવવા માટે BMCએ શ્રદ્ધાળુઓને ચોખા કે લોટના પિંડ, મીઠાઈ, દૂધ, તેલ અને ફૂલો જેવી ધાર્મિક સામગ્રીનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. શ્રાદ્ધપક્ષ દરમ્યાન પાંચમી ઑક્ટોબરે આ ઐતિહાસિક તળાવમાં સેંકડો માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં પાણીની ગુણવત્તા અને જળચર જીવોના અસ્તિત્વ વિશે ચિંતા ઊભી થઈ હતી. એને પગલે પાણીના સર્ક્યુલેશન અને એમાં ઑક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટે પમ્પ લગાવવામાં આવ્યા છે. એની સાથે જ લોકો તર્પણવિધિ તળાવમાં ન કરે એ માટે સાઇડ પર આર્ટિફિશ્યલ પૉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
