તેઓ જળગાવ જિલ્લાના અમલનેર તાલુકાનાં રહેવાસી હતાં
નવપરિણીત યુગલ
મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં તાપી નદીમાંથી એક નવપરિણીત યુગલના મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ છે. તેમના પગ લોખંડની સાંકળ વડે એકબીજા સાથે બાંધેલા હતા. તેમની ઓળખ શ્યામ હરિ પાટીલ અને સપના પાટીલ તરીકે થઈ છે. તેઓ જળગાવ જિલ્લાના અમલનેર તાલુકાનાં રહેવાસી હતાં. શુક્રવારે તેમના મૃતદેહો મળી આવ્યા હતા.
એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘મૃતદેહો નદીના પટમાંથી મળી આવ્યા હતા. તેમના પગ લોખંડની સાંકળથી બાંધેલા હતા અને એને તાળું પણ માર્યું હતું. આ આત્મહત્યા હતી કે હત્યા એ હજી સ્પષ્ટ થયું નથી. અમે દરેક પાસાની તપાસ કરી રહ્યા છીએ.’
ADVERTISEMENT
નરડાણા પોલીસ-સ્ટેશનમાં આ વિશે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
