Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહેલા વરસાદે જ Mumbai-Ahmedabad highway પર વાહનચાલકોની દશા બગાડી, ફસાયાં ટાયરો

પહેલા વરસાદે જ Mumbai-Ahmedabad highway પર વાહનચાલકોની દશા બગાડી, ફસાયાં ટાયરો

09 June, 2024 12:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai-Ahmedabad highway: અહીં પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સાથે જ હાઇવે પર પુષ્કળ ટ્રાફિક થયો હોવાની પણ વાત મળી રહી છે.

ટ્રાફિકને કારણે અટવાયેલાં વાહનોની એઆઈ નિર્મિત તસવીર

ટ્રાફિકને કારણે અટવાયેલાં વાહનોની એઆઈ નિર્મિત તસવીર


કી હાઇલાઇટ્સ

  1. માલજીપાડા વિસ્તારમાં નવી પાઈપલાઈન નાખવાના કામને કારણે વધુ મુશ્કેલી થઈ
  2. હાઈવે પર પોલીસ દ્વારા ટ્રાફિકને ફરી સૂચારુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
  3. વહેલી સવારે 5.30 વાગ્યાથી જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા

ગઈકાલથી મહારાષ્ટ્રમાં મોન્સુને જોરદાર એન્ટ્રી કરી છે. ગઇકાલથી જ પુણે, મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી છે. એકબાજુ લોકોને ભારે ઉકળાટથી રાહત પણ મળી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે પહેલા જ વરસાદના અમી છાંટણા મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad highway) માટે વિલન બની ગયા છે. કારણકે હાઇવે પર પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સાથે જ હાઇવે પર પુષ્કળ ટ્રાફિક થયો હોવાની પણ વાત મળી રહી છે.

વસઈમાં નવી પાઇપલાઇનના કામને કારણે વધી મુશ્કેલીગઈકાલે પડેલા પહેલા જ વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે (Mumbai-Ahmedabad highway) પર પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં અત્યારે વસઈ વિસ્તારના માલજીપાડા વિસ્તારમાં જેકે ટાયર શોરૂમ પાસે નવી પાઈપલાઈન નાખવાના કામને કારણે અહીં હાઈવે જેમ થઈ ગયો હતો. આજે સવારે હાઇવે પર પુષ્કળ ટ્રાફિક જમા થઈ જવાની ઘટના બની છે.


આવતા-જતાં વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોત પ્રમાણમાં માટી ધસી પડતાં વાહનોના ટાયર ખાડાઓમાં ફસાઈ જવાની પણ ઘટના બની છે. આ જ કારણોસર હાઇવે પરનો વાહનવ્યવહાર પૂરી રીતે ખોરવાઈ ગયો છે. અહીં વાહનોનો ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અત્યારે એવા અહેવાલ છે કે હાઈવે પર પોલીસ દ્વારા ટ્રાફિકને ફરી સૂચારુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રવિવારની વહેલી સવારથી જ ટ્રાફિક જમા


તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારે 5.30 વાગ્યાથી જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તાજેતરમાં જ થાણે, નાસિક, છત્રપતિ સંભાજીનગર, અહેમદનગર, સતારા અને જલગાંવ સહિત મહારાષ્ટ્રના વિવિધ અન્ય જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. રવિવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં મુંબઈમાં 60 મીમીથી વધુનો વરસાદ ખાબકી પડ્યો હતો. 

મોસમનો પહેલો વરસાદ છતાં ભારે હાલાકી સર્જાઇ

શનિવારે સવારે માંડ દસ મિનિટ પડેલા પહેલા વરસાદને કારણે કારણે મુંબઈ-અમદાવાદ હાઇવે (Mumbai-Ahmedabad highway) પર બેહાલ સર્જાયા છે. થાણેના ઘોડબંદર રોડ નજીક તો ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી કરી હતી. વાહનચાલકો ચાર કલાકથી વધુ સમય સુધી પાણી ભરાઈ જવાને કારણે અટવાયાં હતાં. પ્રથમ વરસાદે 10 મિનિટની અંદર જ માટે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાર કલાક માટે ટ્રાફિકને જામ કરી નાખ્યો હતો.

હજી ત્રણથી ચાર દિવસની આગાહી

Mumbai-Ahmedabad highway: ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. આ સાથે જ કોંકણમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન સરેરાશ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK