Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણના પહેલા ભાગના પ્રમોશનના થયા શ્રીગણેશ

રામાયણના પહેલા ભાગના પ્રમોશનના થયા શ્રીગણેશ

Published : 19 July, 2026 08:59 AM | Modified : 19 July, 2026 09:11 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભવ્ય પ્રિવ્યુ ઇવેન્ટ યોજાઈ, ૨૪ જુલાઈએ આખી દુનિયામાં એકસાથે લૉન્ચ થશે ટ્રેલર

રણબીર કપૂર

રણબીર કપૂર


નિતેશ તિવારીએ ડિરેક્ટ કરેલી ‘રામાયણ’ના પહેલા ભાગની એક ભવ્ય પ્રિવ્યુ ઇવેન્ટ ‘રામાયણ સંકલ્પ’ ગઈ કાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવામાં આવી હતી. આ ઐતિહાસિક ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ અને ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલો રણબીર કપૂર આંખના ઇન્ફેક્શનને કારણે કાળાં ચશ્માં પહેરીને હાજર રહ્યો હતો જ્યારે સીતા બનેલી સાઈ પલ્લવીએ પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી હતી. તેમના સિવાય લક્ષ્મણની ભૂમિકા ભજવતો રવિ દુબે, વિભીષણ બનેલો વિવેક ઑબેરૉય, શૂર્પણખા બનેલી રકુલ પ્રીત સિંહ અને દેવરાજ ઇન્દ્રનો રોલ કરી રહેલો કુણાલ કપૂર આ ગ્રૅન્ડ ઇવેન્ટનો હિસ્સો બન્યાં હતાં. ટીવીના પ્રખ્યાત ‘રામ’ અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથનો રોલ કરી રહ્યા છે અને તે પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના નૉર્થ ઇન્ડિયાના ડિસ્ટ્રિબ્યુટર કરણ જોહરે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં રણબીરે અને કરણ જોહરે પોતાના આઉટફિટમાં ભગવાન રામના પ્રતીક જેવા લગાવેલા બ્રૉચે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફંક્શનમાં પ્રખ્યાત સિતારવાદક ઋષભ રિખીરામ શર્માએ ભગવાન રામ પર તૈયાર કરાયેલું એક નવું વિશેષ ભજન લાઇવ પર્ફોર્મ કર્યું હતું.

ગઈ કાલે ભારત મંડપમમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂને ખાસ ઝલક બતાવવામાં આવી હતી, પણ ફિલ્મનું મુખ્ય ગ્લોબલ ટ્રેલર ૨૪ જુલાઈએ વિશ્વભરમાં એકસાથે ઇન્ટરનેટ અને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

19 July, 2026 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK