Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai : મલબાર હિલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 37 વર્ષીય વ્યક્તિનું મોત

Mumbai : મલબાર હિલ વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 37 વર્ષીય વ્યક્તિનું મોત

Published : 28 August, 2021 08:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલબાર હિલ વિસ્તારમાં મ્હાડાના બિલ્ડિંગની કમ્પાઉન્ડ દિવાલ તૂટી પડતાં એક 37 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


એક અધિકારીએ જણાવ્યું છે કે, શનિવારે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં મ્હાડાના બિલ્ડિંગની કમ્પાઉન્ડ દિવાલ તૂટી પડતાં એક 37 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

આ ઘટના બંગંગાના બાલાજી નિવાસમાં સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી, જ્યાં બિલ્ડિંગની કમ્પાઉન્ડ વોલ પીડિત હિતેશ શિવરામ ભુવડ પર પડી હતી.



તેમણે કહ્યું કે, ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્હાડાના અધિકારીઓની ટીમ આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


અધિકારીએ ઉમેર્યું હતું કે, વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને એલિઝાબેથ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2021 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK