Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રક નથી મળતી કે પછી જોઈતું ભાડું નથી મળતું?

ટ્રક નથી મળતી કે પછી જોઈતું ભાડું નથી મળતું?

Published : 01 May, 2023 08:45 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

વેપારીઓ અને ટ્રક-ડ્રાઇવરોની આ સમસ્યાના ઉકેલ તરીકે મુલુંડના શારીરિક રીતે અક્ષમ યુવાને બનાવી મોબાઇલ ઍપ્લિકેશન: આવતી કાલે થશે એનું લોકાર્પણ : મૅન્યુફૅક્ચરરો અને લૉજિસ્ટિક કંપનીઓની સાથે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પણ એનો લાભ લઈ શકશે

ચેતન લોડાયા

ચેતન લોડાયા


મહારાષ્ટ્ર કે ગુજરાતના વેપારીઓ હોય કે ટ્રક-ડ્રાઇવરો, માલ ટ્રાન્સપોર્ટ કરવા માટે ટ્રકની કે ટ્રક ખાલી થયા પછી ભાડાની જરૂર હોય તો તેમણે ફાંફાં મારવા પડતાં હોય છે. ક્યારેક વેપારીને ટ્રક મળતી નથી કે ટ્રક-ડ્રાઇવરને જોઈતું ભાડું મળતું નથી. જોકે હવે તેમની આ સમસ્યાનું નિરાકરણ મોબાઇલ ઍપમાં જ મળી જશે. કચ્છના વતની મુલુંડના શારીરિક રીતે અક્ષમ ચેતન લોડાયાએ ‘ટ્રૅકેટ ટ્રાન્સપોર્ટ માર્કેટ’ નામની મોબાઇલ ઍપ્લિકેશન બનાવી છે જે ઉદ્યોગજગત માટે સંજીવની બુટીનું કામ કરશે. આ ઍપનું સોમવારે મહારાષ્ટ્ર ડેના દિવસે લોકાર્પણ કરવામાં આવશે. એનો લાભ મહારાષ્ટ્ર અને ગુજરાતના મૅન્યુફૅક્ચરરો, વેપારીઓ અને લૉજિસ્ટિક કંપનીઓની સાથે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પણ લઈ શકશે. ઍપના સર્જકનો દાવો છે કે આ ભારતની પહેલી ટ્રાન્સપોર્ટ માર્કેટ મોબાઇલ ઍપ છે.

‘ટ્રૅકેટ ટ્રાન્સપોર્ટ માર્કેટ’ મોબાઇલ ઍપ દરેક ઉદ્યોગનો ટ્રાન્સપોર્ટનો પ્રૉબ્લેમ સૉલ્વ કરી શકશે એમ જણાવીને ચેતન લોડાયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રૅકેટ ટ્રાન્સપોર્ટ માર્કેટ મોબાઇલ ઍપ એક એવી ઍપ છે જેનાથી ટ્રાન્સપોર્ટ સંબંધી બધા જ પ્રૉબ્લેમના સૉલ્યુશન મળી રહેશે. આ ઍપથી વેપાર-ઉદ્યોગનો સમય, કૉસ્ટ, અફૉર્ડ ઘટશે અને તેમના કામની એફિશ્યન્સી વધશે. આ ભારતની પહેલી ટ્રાન્સપોર્ટ માર્કેટ મોબાઇલ ઍપ છે. આ ઍપથી માલ, ટ્રક કે ટેમ્પોની અપડેટ અને એનું સ્ટેટસ મોબાઇલ પર જ જોઈ શકાશે. આ આખી પેપરલેસ પ્રોસેસ છે. એમાં એવાં ઘણાં યુનિક ફીચર્સ છે જે વેપાર-ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓની ઘણીબધી પ્રોસેસ સિમ્પલ કરી શકશે.  અત્યારે આ ઍપથી ભિવંડી, નવી મુંબઈ અને ન્હાવા શેવાથી ભારતભરમાં માલ કે તૈયાર ઉત્પાદનો લઈ જવા ટ્રકો મળી રહેશે.’



વેપારીઓ, મૅન્યુફૅક્ચરરો અને ટ્રક-ડ્રાઇવરો આ ઍપને ગૂગલ પ્લેથી ડાઉનલોડ કરી શકશે એમ જણાવતાં ચેતન લોડાયાએ કહ્યું હતું કે ટ્રૅકેટનું વિઝન ભારતના બધા જ ઉદ્યોગપતિ વેપારીઓ અને મૅન્યુફૅક્ચરર્સ માટે વેલ ઑર્ગેનાઇઝ્ડ અને ડિસિપ્લિન ડિજિટલ ટ્રાન્સપોર્ટ માર્કેટ પ્રદાન કરવાનું છે.


આ મોબાઇલ ઍપ્લિકેશનની પ્રોસેસની માહિતી આપતાં ચેતન લોડાયાએ કહ્યું હતું કે ‘એક ઉદાહરણ તરીકે ‘મિડ-ડે’ને એનાં અખબારો એના પ્રિન્ટિંગ હાઉસથી નાશિક મોકલવાં છે તો એના માટે ‘મિડ-ડે’ પહેલાં ટ્રૅકેટ ઍપ ડાઉનલોડ કરશે. પછી એ બુકિંગ પર ક્લિક કરીને એ પોસ્ટમાં ઓછામાં ઓછી ત્રણ વિગતો જેવી કે પિક-અપ લોકેશન, ડ્રૉપ લોકેશન અને કઈ ટ્રક જોઈએ છે એ સિલેકટ કરીને એ પોસ્ટ કરી શકે છે. એની સાથે તેઓ તેમની ડિલિવરી ડેટ અને તેમને કેટલામાં જોઈએ છે એના પણ ઑપ્શન ઍપ્લિકેશનમાં છે. આ સિલેક્ટ થયા પછી જે ટ્રાન્સપોર્ટરની ટ્રક મુંબઈની બહારથી કે નાશિકથી આવી હશે તેઓ રિટર્ન લોડ લેવા માટે તેમની બિડ નાખશે. ‘મિડ-ડે’ ફાસ્ટેસ્ટ ડિલિવરી, સારું રેટિંગ અને સૌથી સસ્તી એમ ત્રણ પૅરામીટર જોઈને પોતાની બિડ કન્ફર્મ કરશે. ત્યાર પછી ‘મિડ-ડે’ એના મોબાઇલ પર ગાડી લોડિંગથી ડિલિવરી સુધીનું સ્ટેટસ ઍપ પર જોઈ શકશે. ટ્રિપ પૂરી થતાં રાઇટ હિસ્ટરીમાં ‘મિડ-ડે’ અનુભવનું રેટિંગ આપશે. ‘મિડ-ડે’ જે રેટમાં બિડ કન્ફર્મ કરશે પ્લસ જીએસટી ટ્રક જેવી નાશિક પહોંચશે ત્યારે એના વૉલેટમાંથી એટલી રકમ કપાઈ જશે અને ટ્રકના માલિકના વૉલેટમાં એ રકમ જમા થઈ જશે. આમ ‘મિડ-ડે’ને અનઑર્ગેનાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં એના માલની સેફટી, ડિલિવરી સમય અને કૉસ્ટ એફિ​શ્યન્સી જેવા ફાયદા થશે.’

આ સેવા લોડ પ્રોવાઇડર માટે સંપૂર્ણ ફ્રી રહેશે એમ જણાવતાં ચેતન લોડાયાએ કહ્યું હતું કે ‘ટ્રકમાલિકો માટે એક વર્ષનું સબસ્ક્રિપ્શન ૨,૫૦૦ રૂપિયા પ્લસ જીએસટી રહેશે. ભારતનાં વિવિધ શહેરોમાં કોઈને પાર્ટનર મૉડ્યુલ જોઈતું હોય તો તે પણ ૨૫,૦૦૦ રૂપિયા ભરીને બની શકશે. આ બાબતની વધારે વિગતો  તેઓ www.traket.in પર અથવા 93202 61511 નંબર પર સંપર્ક કરીને મેળવી શકશે.’


‘ટ્રૈકેટ ટ્રાન્સપોર્ટ માર્કેટ’ ટ્રેઇનિંગ વિડિયો

૧ તમે ઍપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરશો?

https://youtube.com/shorts/ne0U1hn-Huc?feature=share

૨.એક ડ્રાઇવર તરીકે તમે કેવી તમારું અકાઉન્ટ સાઇન-અપ કરશો?

https://youtu.be/cthGe6KQNpk

Whatsapp-channel Whatsapp-channel

01 May, 2023 08:45 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK