રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેને કહ્યું, "22 એપ્રિલ 2025ના પહલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા નિર્દય આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા માટે આખા રિલાયન્સ પરિવાર (Reliance Family) તરફથી શોક વ્યક્ત કરીએ છીએ. અમારી પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે."
મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેને કહ્યું, "22 એપ્રિલ 2025ના પહલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા નિર્દય આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા માટે આખા રિલાયન્સ પરિવાર (Reliance Family) તરફથી શોક વ્યક્ત કરીએ છીએ. અમારી પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે."
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ હુમલામાં ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રિલાયન્સ પરિવાર (Reliance Family or Pahalgam Terror Attack)એ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani on Pahalgam Terror Attack)એ હુમલાથી પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુકેશ અંબાણીએ ઇજાગ્રસ્તોની સારવારની પ્રાર્થના કરી છે અને રિલાયન્સની હૉસ્પિટલમાં મફત સારવારની (Free Treatment in RIL Hospital) જાહેરાત કરી છે.
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી કહ્યું, "22 એપ્રિલ 2025ના પહલગામમાં નિર્દોષ ભારતીયો પર થયેલા નિર્મમ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે આખો રિલાયન્સ પરિવાર શોક વ્યક્ત કરે છે. અમારી પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના છે. અમે ઇજાગ્રસ્તોના સંપૂર્ણ રીતે સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ઇજાગ્રસ્તોને મુંબઈ સ્થિત અમારા રિલાયન્સ ફાઉન્ડેશન સર એચએન હૉસ્પિટલમાં મફત સારવાર કરવામાં આવશે."
"માનવતાનો દુશ્મન છે આતંકવાદ"
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે, "આતંકવાદ માનવતાનો દુશ્મન" છે. આને કોઈપણ રીતે સપૉર્ટ ન મળવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે આપણે આપણાં પ્રધાનમંત્રી, ભારત સરકાર અને આખા દેશ સાથે આતંકવાદ વિરુદ્ધ આ નિર્ણાયક લડાઈમાં સંપૂર્ણ મજબૂતીથી ઊભા રહેવાનું છે. 22 એપ્રિલના કાશ્મીરના સુંદર બૈસરાન ઘાસના મેદાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત નીપજ્યા અને અનેક ઇજાગ્રસ્ત થયા.
વડાપ્રધાને પણ આતંકવાદને આપ્યો કડક સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terror Attack) પર કડક સંદેશો આપ્યો છે. તેમણે કહ્યું કે હવે આતંકવાદને ધૂળમાં રોળવાનો સમય આવી ગયો છે. બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે બોલતી વખતે PM મોદીએ કહ્યું કે 22 એપ્રિલના જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ દેશના નિર્દોષ લોકોને માર્યા છે. આખો દેશ શોકમગ્ન અને દુઃખમાં છે. અમે પીડિત પરિવારોની સાથે છીએ.
તેમણે કહ્યું કે ભારત આતંકવાદ અને તેના હેન્ડલર્સ અને સમર્થકોને ઓળખશે અને સજા કરશે. તેમણે કહ્યું કે આતંકવાદ ક્યારેય ભારતની ભાવનાને તોડી શકે નહીં. આતંકવાદ સજા પામ્યા વગર રહેશે નહીં.
ભારત સરકારે કડક પગલાં લીધાં
પહેલગામમાં થયેલા હુમલા અંગે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. અટારી બોર્ડર પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, પાકિસ્તાની નાગરિકોના વિઝા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને 27 એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે, મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. વિદેશ મંત્રાલયે ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ છોડી દેવા જણાવ્યું છે.

