દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જે પ્રમાણે BACએ ત્રણ સપ્તાહનું સત્ર પ્લાન કર્યું છે એ પ્રમાણે જ એનો અમલ થશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર ૩૦ જૂનથી શરૂ થશે અને આ સત્ર ૩ સપ્તાહનું હશે જે ૧૮ જુલાઈએ પૂરું થશે એમ દેવેન્દ્ર ફડણવીસે જાહેર કર્યું હતું. બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટી (BAC) સાથે વિધાનસભાનાં બન્ને ગૃહોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત વિધાનસભાના ચૅરપર્સન રામ શિંદે, સ્પીકર રાહુલ નાર્વેકર સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જે પ્રમાણે BACએ ત્રણ સપ્તાહનું સત્ર પ્લાન કર્યું છે એ પ્રમાણે જ એનો
અમલ થશે.


