આ આંદોલન એવા રહેવાસીઓમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે શરૂ થયું છે. સ્થાનિકોએ આરોપ કર્યો હતો કે નબળી ગુણવત્તાવાળા સમારકામના કારણે નવા બનાવેલા રસ્તાઓ પણ ખાડાઓથી ભરાઈ ગયા છે. આ સમસ્યાએ ગણેશોત્સવની ઉજવણીમાં પણ મોટો વિક્ષેપ પાડ્યો હતો.
તસવીર સૌજન્ય (X)
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ ગુરુવારે થાણે જિલ્લાના કર્જતમાં એક અનોખું `ભીખ માગો` (ભીખ માગીને આંદોલન) વિરોધ પ્રદર્શન કર્યું હતું. મનસેના કાર્યકરો અહીં પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાના સમારકામ અને રિસરફેસિંગ પર ખર્ચ કરવામાં આવ્યા છતાં ખાડાઓથી ભરેલા રસ્તાઓની કથળતી સ્થિતિ તરફ ધ્યાન દોરવા અને કામમાં થયેલા કથિત કૌભાંડનો ભાંડફોડ કરવા માટે આવ્યા હતા.
જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં કૂચ
ADVERTISEMENT
જિલ્લા પ્રમુખ જિતેન્દ્ર પાટીલના નેતૃત્વમાં, મનસેે કાર્યકરોએ નેરળના સાંઈ મંદિરથી કર્જત શહેર સુધી કૂચ કરી હતી, જેમાં ‘ખાડાઓ ભરો અથવા તમારી ખુરશીઓ ખાલી કરો’ અને ‘પ્રશાસનને દાન આપો’ જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં કાર્યકરોએ પ્રતીકાત્મક રીતે નાગરિકોની દુર્દશા દર્શાવવા માટે ભિક્ષા પણ એકત્રિત કરી હતી.
નબળા સમારકામ અંગે જાહેર નિરાશા
આ આંદોલન એવા રહેવાસીઓમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે શરૂ થયું છે. સ્થાનિકોએ આરોપ કર્યો હતો કે નબળી ગુણવત્તાવાળા સમારકામના કારણે નવા બનાવેલા રસ્તાઓ પણ ખાડાઓથી ભરાઈ ગયા છે. આ સમસ્યાએ ગણેશોત્સવની ઉજવણીમાં પણ મોટો વિક્ષેપ પાડ્યો હતો, અસુરક્ષિત રસ્તાઓને કારણે શોભાયાત્રા દરમિયાન ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં ભંડોળ જમા કરાવ્યા આ પૈસા
વિરોધ પ્રદર્શન દરમિયાન, મનસેે કાર્યકરોએ 1,240 રૂપિયા એકઠા કર્યા હતા, જે બાદમાં પ્રતીકાત્મક સંકેત તરીકે મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં જમા કરાવવામાં આવ્યા હોવાની માહિતી નેતાએ આપી હતી.
વધુ તીવ્ર આંદોલનની ચેતવણી
કડક ચેતવણી આપતા, પાર્ટીના કાર્યકરો અને નેતાએ કહ્યું કે જો આગામી 8-10 દિવસમાં કર્જત તાલુકાના રસ્તાઓને ખાડામુક્ત કરવામાં નહીં આવે, તો તે પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવશે.
પક્ષના નેતાઓની ભાગીદારી
પાટીલ સાથે, જિલ્લા સચિવ અક્ષય મહાલે, તાલુકા પ્રમુખ યશવંત ભાવરે, નાયબ તાલુકા પ્રમુખ સ્વપ્નિલ શેળકે, નેરળ અને કર્જતના શહેર એકમના વડાઓ, મહિલા પદાધિકારીઓ અને અનેક મનસેે કાર્યકરોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
પ્રશાસનનું ધ્યાન દોર્યું
આ વિરોધ પ્રદર્શને ફરી એકવાર વહીવટીતંત્રનું ધ્યાન જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને ટકાઉ રસ્તા સમારકામની જરૂરિયાત તરફ દોર્યું હોવાનું તેમણે કહ્યું હતું.
મહાનગર પાલિકા ચૂંટણી 2025 યોજાશે
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (મહાનગર પાલિકા ચૂંટણી 2025) માટે સમયમર્યાદા નક્કી કર્યા બાદ મુંબઈમાં રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકાર અને ચૂંટણી પંચે 31 જાન્યુઆરી, 2026 પહેલાં ચૂંટણીઓ યોજવી પડશે એવો આદેશ આપવામાં આવ્યો છે. જેથી મુંબઈ BMCની ચૂંટણીઓ રાજ્યની સૌથી હાઇ-પ્રોફાઇલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાંની એક હોવાની અપેક્ષા છે અને રસ્તાઓ પરના ખાડા પણ તેમાં એક મોટો મુદ્દો રહેવાનો છે.


