લટકી પડેલી યુવતી અને તેને પકડી રાખનાર ગુજરાતી યુવાન પ્રોફેશનલ એથ્લીટ છે, તેમને નથી લાગતું કે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો
સ્ટન્ટ
પુણે-સાતારા હાઇવે પર થોડે જ દૂર આવેલા અવાવરું રિસૉર્ટની છત પરથી જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટનો વિડિયો બનાવનાર ૨૪ વર્ષનો મિહિર ગાંધી અને ૨૧ વર્ષની મીનાક્ષી સાળુંખે ઍથ્લીટ્સ હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે કરેલો સ્ટન્ટ જોખમી હોવાથી સોશ્યલ મીડિયાથી લઈને બધે તેમની ટીકા કરવામાં આવી રહી છે. આ જ કારણસર વાઇરલ થયેલા આ વિડિયોની દખલ પુણે પોલીસે લઈને તેમની સામે ગુનો દાખલ કર્યો છે. ગઈ કાલે બન્નેને પોલીસે બોલાવ્યાં હતાં અને તેમની અરેસ્ટ પણ કરી હતી. જોકે તેમની સામે નોંધાયેલા ગુના અંતર્ગત છ મહિના સુધીની જ સજા હોવાથી તેમને કસ્ટડીમાં નહોતાં મોકલવામાં આવ્યાં.




