Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલથી મેટ્રો 1 પીક અવર્સમાં મિક્સ્ડ-લૂપ સર્વિસ શરૂ કરશે

આવતી કાલથી મેટ્રો 1 પીક અવર્સમાં મિક્સ્ડ-લૂપ સર્વિસ શરૂ કરશે

Published : 09 August, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરથી અંધેરી વચ્ચેની લૂપ સર્વિસને લીધે વધુ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર અને વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો 1 પ્રવાસીઓની સુવિધા માટે સાંજના પીક અવર્સમાં આવતી કાલે ૧૦ ઑગસ્ટથી મિક્સ્ડ-લૂપ ઑપરેશન્સ શરૂ કરી રહી છે. આ વ્યવસ્થા હેઠળ ઘાટકોપરથી અંધેરી (શૉર્ટ લૂપ) અને વર્સોવા (ફુલ લૂપ) સર્વિસ ચાલુ કરવામાં આવશે.
આ નવી વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતામાં ૨૦ ટકાનો વધારો થશે એટલે અંદાજે વધુ ૨૮,૦૦૦ પ્રવાસીઓની અવરજવર થઈ શકશે. એક સર્વિસ ઘાટકોપરથી અંધેરી દોડશે અને ત્યાર બાદ રેગ્યુલર ઘાટકોપરથી વર્સોવાની સર્વિસ દોડવવામાં આવશે. એને પગલે પીક અવર્સમાં ૩ મિનિટ ૨૦ સેકન્ડમાં એક ટ્રેન મળતી હતી એ સમય ઘટીને ૩ મિનિટ થશે. વર્કિંગ ડેઝમાં અત્યાર સુધી દિવસની ૪૭૬ સર્વિસ દોડતી હતી એ વધીને ૪૮૪ કરી શકાશે. સાંજના સમયે અંધેરીથી પહેલી લૂપ ટ્રેન ૬.૨૩ વાગ્યે ઘાટકોપર માટે છૂટશે, જ્યારે છેલ્લી લૂપ ટ્રેન ૮.૨૩ વાગ્યે છૂટશે. 

લૂપ સર્વિસ એટલે પીક અવર્સના લોડને પહોંચી વળવા અમુક સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવતી વધારાની સર્વિસ.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK