પોલીસે તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તેના સાથીદારની શોધ ચલાવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારાના પ્રગતિનગરમાં રહેતી અને ઘરમાં જ મેફેડ્રોનનું ઉત્પાદન કરતી મૂળ નાઇજીરિયાની ૨૬ વર્ષની મહિલાને શુક્રવારે ઝડપી લેવામાં આવી હતી. મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV) પોલીસને તેની પાસેથી ૫.૬ કરોડ રૂપિયાનું મેફેડ્રોન મળી આવ્યું હતું. એ સિવાય પોલીસે મેફેડ્રોન બનાવવા વપરાતું રૉ મટીરિયલ અને મશીનરી પણ જપ્ત કર્યાં હતાં. પોલીસે તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તેના સાથીદારની શોધ ચલાવી રહી છે. આ મેફેડ્રોન તેઓ કોને સપ્લાય કરતા હતા એની માહિતી પોલીસ મેળવી રહી છે.


