Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં એકનાથ શિંદેના ઘર પાસે અસ્થિર મગજના માણસનો આતંક, લાકડીથી ૮ વાહનોના કાચ ફોડ્યા

થાણેમાં એકનાથ શિંદેના ઘર પાસે અસ્થિર મગજના માણસનો આતંક, લાકડીથી ૮ વાહનોના કાચ ફોડ્યા

Published : 08 April, 2026 09:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ-તપાસમાં આરોપીનું નામ સુનીલ વાનખેડે જણાઈ આવ્યું હતું અને તે મૂળ જળગાંવના મુડી ગામનો રહેવાસી છે

એકનાથ શિંદેના ઘરની બહાર રોડ પર આતંક મચાવતો માથાભારે આરોપી.

એકનાથ શિંદેના ઘરની બહાર રોડ પર આતંક મચાવતો માથાભારે આરોપી.


થાણેના લુઇસવાડીમાં આવેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઘર પાસે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગઈ કાલે સવારે એક માથાભારે અને અસ્થિર મગજના માણસે ભારે આતંક મચાવ્યો હતો. હાથમાં મોટી લાકડી લઈને આ માણસ રસ્તા પર દોડતો હતો અને હાઇવે પરથી પસાર થતાં વાહનોને આડેધડ લાકડી ફટકારતો હતો. આ હુમલામાં તેણે ૮ વાહનોના કાચ ફોડીને એને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં નૌપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીને કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસે તેની સામે સત્તાવાર ગુનો નોંધ્યો છે.

લુઇસવાડીમાં એકનાથ શિંદેના શુભદીપ નામના નિવાસસ્થાન સામે આવેલા કાલિકામાના મંદિર પાસેના હાઇવે પર ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે એક માણસ હાથમાં મોટી લાકડી લઈને અચાનક રસ્તા પર ગાંડાની જેમ દોડવા માંડ્યો હતો. એ દૃશ્ય જોઈને સ્થાનિક લોકો અને વાહનચાલકો ગભરાઈ ગયા હતા. કેટલાક લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે વાહનો તરફ લાકડી ફેરવવાનું ચાલુ જ રાખ્યું હતું. હાથમાં લાકડી હોવાથી તેને પકડવાનું મુશ્કેલ હતું. જોકે નૌપાડા પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસ-તપાસમાં આરોપીનું નામ સુનીલ વાનખેડે જણાઈ આવ્યું હતું અને તે મૂળ જળગાંવના મુડી ગામનો રહેવાસી છે. તે થાણેમાં શા માટે અને કયા હેતુથી આવ્યો હતો એ જાણી શકાયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK